જૂનાગઢ શહેરમાં આજ બુધવારથી વાતાવરણમાં ફરી પલ્ટો આવ્યો છે. અને શનિવાર સુધી વાદળછાયું વાતાવરણ રહેવા સાથે શુક્ર, શનિમાં કમોસમી વરસાદ પડવાથી પણ સંભાવના વ્યકત કરાઈ છે. જયારે રવિવાર બાદ ઠંડીમાં વધારો થશે. આ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રામીણ મોસમ વિભાગના ધીમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, આજથી વાતાવરણ વાદળછાયું રહેવાની સંભાવના છે. આવું વાતાવરણ છેક શનિવારથી સુધી જળવાઈ રહેશે. આ ઉપરાંત શુક્ર અને શનિવારે કમોસમી વરસાદ પડવાની પણ સંભાવના વ્યકત થઈ રહી છે. ત્યારે માવઠાને ધ્યાને લઈ ખેડુતોને થોડી કાળજી રાખવી જરૂરી છે. ખાસ કરીને જાે પાકને પાણી આપવાના હોય તો આ દિવસોમાં ન આપતા શુક્ર, શનિવાર સુધી રાહ જાેવી. જાે શુક્ર, શનિવારે કમોસમી વરસાદ ન થાય તો પાકને પિયત આપવું. બાકી હાલ પિયત આપો અને પછી માવઠું થાય તો પાકને નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત વધુ એક તકેદારી એ રાખવાની છે કે, જાે ખેતરમાં કે ખુલ્લામાં ઘાંસચારો પડયો હોય તો તેને ઢાંકી દેવો અથવા અન્ય સલામત જગ્યાએ રાખી દેવો જેથી નુકસાન ન થાય. દરમ્યાન ઉમેશભાઈ પરમારે જણાવ્યું હતું કે, મંગળવારે લઘુત્તમ ૧૪.૧ મહત્તમ ૩૪.૧ ડિગ્રી તાપમાન રહયું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews