ખંભાળિયા નજીક સુકી ખેતી કેન્દ્રમાં આગનું છમકલું

 

ખંભાળિયામાં સલાયા માર્ગ ઉપર આવેલા સૂકી ખેતી કેન્દ્ર નામની સરકારી જગ્યામાં ગઈકાલે બપોરે આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી. આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયાથી સલાયા તરફ જતા માર્ગ ઉપર હરીપર ગામ નજીક આવેલી સરકારી એવી સૂકી ખેતી કચેરીની ખુલ્લી જગ્યામાં રહેલા કાન્સમાં મંગળવારે બપોરે આશરે પોણા ચારેક વાગ્યે આગ લગતા આ અંગે ખંભાળિયા નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર સ્ટાફના મહેન્દ્રભાઈ ચોપડા તથા નીતિનભાઈ ડગરા ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સૂકી ખેતી કેન્દ્ર ખાતે ખુલ્લામાં રહેલા ઘાંસમાં સંભવતઃ શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરાઇ રહ્યું
છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!