દ્વારકાની આદિત્ય હોસ્પિટલ અને મેડીકલમાં આગ લાગ્યાની ૨૪ કલાક વિતવા છતાં કોઇ કાર્યવાહી નહી

0

 

દ્વારકામાં મંગળવારના દિવસે બોપરના સમયે જુની નગરપાલિકા પાસે રહેણાંક ગીચ વિસ્તારમાં આવેલ દેવભૂમી મેડીકલ તેમજ આદિત્ય હોસ્પિટલમાં ચાર માળમાં ભયંકર આગ લાગી હતી. ત્યારે દ્વારકા શહેરમાં હડકંપ મચી જવા પામ્યો હતો. બનાવ સ્થળે પહોંચેલ નગરપાલિકા ચિફ ઓફિસરે હોસ્પિટલ અને મેડીકલમાં ફાયર સેફ્ટીના સાધનો અથવા એનોસી ન હોવાનું ખુદ દ્વારકા નગરપાલિકાના ચિફ ઓફિસ ચેતન ડોડીયાએ મિડીયા સમક્ષ જણાવ્યું હતું તે છતાં આગ લાગ્યાને ૨૪ કલાક ઉપરાંત સમય વિતવા છતાં નગરપાલિકા ચિફ ઓફિસ ચેતન ડોડીયાને પુછતા કોઇ કાર્યવાહી ન થયેલ હોવાનું જણાવ્યું હતું. સબંધિક્ત વિભાગ દ્વારા આગ લાગ્યાના બનાવને લોલંલોલ ચલાવી રહ્યા હોય તેમ ગંભીરતા દાખવી કાર્યવાહી થયેલ ન હોવાનું જાણવા મળેલ છે. હજુ દ્વારકા શહેરમાં દ્વારકાધીશ જગતમંદિર આસપાસ તેમજ શહેરમાં હોટલો, દુકાનો, હોસ્પિટલો તેમજ ટયુશન કલાસીસ અને કોમ્પ્યુટર કલાસીસ જેવા વિવિધ જગ્યાએ ફાયર સેફટીના સાધનો ન હોવાની ચર્ચાઓ થઇ રહી છે. ત્યારે ઉચ્ચ કક્ષાના અધિકારીથી કરીને સ્થાનિક અધિકારીઓ દ્વારા આગ લાગ્યાના બનાવને હળવો બનાવી રહ્યા હોય તેમ આગ લાગ્યાના બનાવને ૨૪ કલાકથી ઉપરાંત સમય વિતવા છતાં હોસ્પિટલ સંચાલત ઉપર કાર્યવાહી કરવા કોની લાજ કઢાઇ રહી છે ? તેમજ શહેરમાં આવેલ હોસ્પીટલો કોમ્પ્યુટર કલાસીસ સહિતના વિવિધ જગ્યાએ હજુ સુધી ફાયર સેફ્ટીના સાધનો છે કે નહી તે ચેકિંગ કરવાની કામગીરી હાથ ધરી ન હોવાનું સામે આવ્યું છે. હવે દેવભૂમી દ્વારકા જીલ્લાના કલેકટર મીના યાત્રાધામ દ્વારકામાં અંગત રસ લઇ તપાસ કરવાના આદેશ કરી કાર્યવાહી કરવાની સુચના આપશે કે નહી એ ખબર પડશે. સાંજે નગરપાલીકા ચિફ ઓફિસનો કોન્ટેક સાંધતા ફોન રિસીવ થતો ન હોતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!