શ્રી લોહાણા મહાજન જૂનાગઢ દ્વારા માત્ર એક રૂપિયામાં આદર્શ લગ્ન કરાવી આપશે

0

 

દિકરી મારી લાડકવાયી લક્ષ્મીનો અવતાર….
એ સુવેે તો રાત પડે ને, જાગે તો સવાર….
આ પંકિતમાં જ દિકરી પ્રત્યે પરિવારજનોને કેવી લાગણી છે તે દર્શાવી જાય છે. દિકરી હોય કે દિકરો પરિવારજનો તેને યોગ્ય વય થતા તેમનાં વિવાહ લગ્નનું વિચારતા હોય છે. અને આ એવા માંગલીક પ્રસંગો છે કે જે દરેક પરિવારે ફરજીયાત કરવા જ પડે છે. અને એજ સમાજની એક પ્રણાલી છે. પરંતુ આજનાં વર્તમાન યુગમાં તેજ રફતારે દોડી જતી મોંઘવારીને કોઈ કાળે પહોંચી શકાય તેવી સ્થિતિ નથી. ત્યારે સગાઈ ને લગ્ન સમારંભનું આયોજન દિવસે – દિવસે અત્યંત મોંઘુ બની ગયું છે. આજથી ૪૦ વર્ષ પહેલા ૧૦ હજારમાં સારામાં સારા લગ્ન અને એ પણ ધુવાડાબંધ જમણવાર જે તે ગામ શહેરમાં થતો જયારે આજે ૧૦ લાખમાં માત્ર સિમીત જ ખર્ચ સાથે લગ્ન અને જમણવાર થઈ શકે તેમ છે. તેવા આ કાળમાં દરેક સમાજને માંગલીક પ્રસંગો કરવા ખુબજ મુશ્કેલીજનક પરિસ્થિતિ છે. ત્યારે શ્રી લોહાણા મહાજન જૂનાગઢનાં પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂ અને તેમની ટીમ દ્વારા લોહાણા રઘુવંશી સમાજનાં પરિવારજનો માટે માત્ર એક રૂપિયાનાં ટોકન ચાર્જમાં આદર્શ લગ્ન કરાવી આપવાનું આયોજન કરવામાં આવેલ છે. તેનો જરૂરીયાતંમદોને લાભ લેવા જણાવેલ છે.
સંતશીરોમણી પૂજય જલારામબાપાની જયાં સતત કૃપા વરસી રહી છે. અનેક સેવાકીય પ્રવૃતિની સાથે -સાથે શ્રી લોહાણા મહાજન જૂનાગઢ દ્વારા રઘુવંશી લોહાણા સમાજનાં પરિવારોને મદદરૂપ બની અને છેલ્લા ચાર દાયકા વધારે સમયથી આદર્શ સમુહ લગ્ન, સમુહ યજ્ઞ પવિતના અનેક કાર્યક્રમો સફળતા પુર્વક સંપન્ન કરી અને જૂનાગઢ સહિત ગુજરાતભરમાં સારા કાર્યની સુવાસ ફેલાવી છે. આ સાથે જ જ્ઞાતિનાં પરિવારજનોે માટે માંગલીક પ્રસંગો માટે વાડીની વ્યવસ્થા એ પણ સાવ નજીવા ચાર્જે તેમજ દર વર્ષે જ્ઞાતિનાં વિધાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે વિધાર્થી સન્માન સમારોહ, રકતદાન કેમ્પો સહિતનાં અનેક કાર્યો સતત કરતી લોહાણા રઘુવંશી સમાજની અગ્રણી પ્રેરણાદાયક સંસ્થા શ્રી લોહાણા મહાજન જૂનાગઢ દ્વારા આજના મોંઘવારીના કપરા સમય કાળમાં લોહાણા સમાજનાં અનેક પરિવારોને મદદરૂપ થવા માટે અનોખી પહેલ શરૂ કરી છે.
દરમ્યાન લોહાણા મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂને એક વિચાર આવ્યો કે સમાજની દિકરીનાં લગ્ન ટોકન ચાર્જમાં કરીએ તો કેમ ? અને આ અંગે પ્રસ્તાવ મુકવામાં આવતાં જ સૌએ હૃદયપૂર્વક વધાવી લીધેલ અને આ સાથે જ લોહાણા જ્ઞાતિની દિકરીનાં માત્ર એક રૂપિયાનાં ટોકન ચાર્જમાં આદર્શ લગ્ન કરાવી આપવાની યોજના જારી કરવામાં આવતા તેને સર્વત્ર વ્યાપક આવકાર મળી રહયો છે.
જૂનાગઢ ખાતે લોહાણા રઘુવંશી સમાજના પરિવારજનોને ઉપયોગી થવા માટે કાર્યરત એવા શ્રી લોહાણા મહાજન જૂનાગઢ દ્વારા દર વર્ષે જુદા- જુદા પ્રસંગો ઉજવવામાં આવે છે. લોહાણા સમાજનાં ઈષ્ટદેવ પૂજયશ્રી જલારામબાપાની જન્મ જયંતિ નિમીતે સમુહ નાત ભોજન સહિતનાં કાર્યક્રમો યોજાતા હોય છે. જેમાં જ્ઞાતિનાં દાતાશ્રીઓનો સંપુર્ણ સહયોગ રહેતો હોય છે. અને દર વર્ષે શ્રી લોહાણા મહાજન જૂનાગઢ દ્વારા સમુહ લગ્ન અને યજ્ઞોપવિતનાં કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. અને જરૂરીયાત મંદ પરીવારોને ખુબજ મદદરૂપ બને છે. અનેક પરિવારોનાં આર્શિવાદ પ્રાપ્ત થાય છે. શ્રી લોહાણા મહાજન જૂનાગઢ દ્વારા વિવિધ રચનાત્મક અને સેવાકીય પ્રવૃતિ સતત આગળ ધપતી રહે છે. દરમ્યાન વર્તમાન સમયમાં સતત વધી રહેલી મોંઘવારી આજે જરૂરીયાતમંદ તેમજ મધ્યમ વર્ગ સહિતનાં પરિવારો માટે કોઈપણ પ્રસંગનું આયોજન કરવું તે ખુબજ કઠીન છે. જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓનાં આશમાને પહોંચેલા ભાવો અને મોંઘવારીનાં માર વચ્ચે આજે અનેક પરિવારો પીંસાઈ રહયા છે. તેવા સંજાેગોમાં દિકરા દિકરીનાં લગ્ન કરવા કે યજ્ઞોપવિતના કાર્યો કરવા ખુબજ મુશ્કેલ જનક પરિસ્થિતિ બની ગઈ છે. કોરોનાના સંક્રમિત કાળ વચ્ચે જયારે ધંધા રોજગાર અનેક વેપાર ક્ષેત્રોને અસર પહોંચી છે. ત્યારે આર્થિક મંદી પ્રવૃતિ રહી છે. અને આગામી દિવસોમાં પણ સતત આર્થિક સ્થિતિ વધુને વધુ કફોડી બની જવાની છે. તેવા સમયમાં રઘુવંશી લોહાણા સમાજનાં પરિવારજનોને પોતાના ઘરે વટથી માંગલીક પ્રસંગ યોજી શકે તે માટે શ્રી લોહાણા મહાજન જૂનાગઢ દ્વારા નવી પહેલ કરી છે. જેમાં લોહાણા જ્ઞાતિની દિકરીના માત્ર એક રૂપિયાના ટોકન ચાર્જમાં આદર્શ લગ્ન કરાવી આપવામાં આવશે.
અગાઉ આપણા રઘુવંશી સમાજના સમુહ લગ્ન વરસે – બે વરસે આયોજન થતુ હતું જેમાં દિકરીના મા-બાપને રાહ જાેવી પડે છે, અથવા ફરજ કરી દિકરીના લગ્ન કરવછા પડતા હોય છે. આથી અમોએ આ મુશ્કેલી દુર કરવા એક નમ્ર પ્રયાસ આપ સૌના સાથ સહકાર અને સહયોગના સથવારે જૂનાગઢમાં રઘુવંશીની દિકરીના આદર્શ લગ્ન માત્ર ૧ રૂપિયા ટોકન ચાર્જથી કરી આપવાનું આયોજન કરેલ છે. જેમાં કન્યા તથા વર પક્ષની અનુકુળ તારીખે લગ્ન કરી અપશું તથા સરકારની ગાઈડ લાઈન મુજબ બંને પક્ષે ૪૦-૪૦ એમ કુલ એંસી (૮૦) માણસોને ૧ ટાઈમ ચા-નાસ્તો તેમજ આદર્શ લગ્ન વિધી, ગોરનો ખર્ચ, દિકરીના માંડવાનો ખર્ચ, જાનૈયા તથા માનૈયાને બેસવાની સગવડ કરી આપશું જે દાતાઓના સહયોગથી કરવામાં આવશે. આદર્શ લગ્નવિધી અંદાજે ૪ કલાકમાં કરી આપવામાં આવશે. પહેરામણી, વધાવો, તેમજ રૂઢીચુસ્ત દહેજ અંગેના તમામ જાતના રિવાજ બંધ રાખવામાં આવશે. મહામારી કોરોના રોગને લક્ષમાં રાખીને સરકાર તરફથી જાહેર કરેલ સુચનોનું કડક પાલન કરવાનું રહેશે. આવો આપણે સૌ સાથે મળી કુરીવાજાેને નાબુદ કરી આપણા જરૂરીયાતમંદ પરિવારોને મદદરૂપ થઈ એક નવી શરૂઆત કરવા અપીલ કરવામાં આવી છે. વિશેષમાં આદર્શ લગ્ન વિધીમાં ફોર્મ મેળવવા તથા લગ્ન બુકીંગ કરવા માટે નંદલાલભાઈ ચોલેરા- મહામંત્રી (મો.૯૯૦૪૧ર૦૧૩પ), મહેન્દ્રભાઈ મશરૂ – પ્રમુખ (મો.૯૪ર૭ર૦૮૪૮પ) મળવા જણાવેલ છે. તેમજ લગ્ન નોંધણી માટે લોહાણા, મહાજન જૂનાગઢ એટીએમ સમિતીના હોદેદારોનો સંપર્ક કરવો. દિપકભાઈ રૂપારેલીયા (૯૮રપ૩૬૭૧૦૧), ભુપેનભાઈ મુલીયા (૯૦૯૯૦ર૧૪૦૯), નિતીનભાઈ તન્ના (૯૮રપરર૦૭ર૧), હિમાંશુભાઈ કારીયા (૯૪ર૭રર૯પ૭૩), રવિભાઈ કારીયા (૯૭ર૪૩ ૮પપપપ), હરેશભાઈ સેજપાલ (૯૪ર૬૪૩૭૭૩૦), કેતનભાઈ ચોલેરા (૯૯૭૮૭૬૬૦૦૦)નો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!