તાજેતરમાં માણાવદરમાં સિનેમાચોક નજીક રવિ પાનની દુકાન પાસે એક મોટર સાયકલની ડેકીમાંથી રૂા.૧ લાખની ચોરી કરવાનો બનાવ બનવા પામેલ હતો. તા.૭-૧૧-ર૦ર૦નાં રોજ આ બનેલા બનાવને પગલે પોલીસે તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસિંગ પવાર અને જીલ્લા પોલીસવડા રવિ તેજા વાસમશેટીનાં માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચ જૂનાગઢનાં ઈન્ચાર્જ પીઆઈ એચ.આઈ.ભાટી તથા પી.એસ.આઈ ડી.જી.બડવા અને પોલીસ સ્ટાફ દ્વારા તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ સીસીટીવીના ફુટેજ, ખાનગી બાતમીદારો દ્વારા હકીકત મેળવી તેમજ ટેકનીકલ સેલના માધ્યમથી આ ગુનોનો ભેદ ઉકેલવા પીએસઆઈ ડી.જી.બડવા અને ટેકનીકલ સેલના નાયબ પો.સ.ઈ. જલુ તથા પો.કો. દિવ્યેશભાઈ ડાભી, જયદિપભાઈ કનેરીયા, ભરતભાઈ સોલંકી તથા પો.હેડ. કોન્સ. વી.કે.ચાવડા તથા પો.કોન્સ. સાહીલભાઈ સમા, ભરતભાઈ સોનરા, દેવશીભાઈ નંદાણીયાએ જે પધ્ધતિથી ગુન્હો શોધી કાઢવા સતત પ્રયત્નશીલ રહયા હતાં. દરમ્યાન ચોકકસ બાતમીનાં આધારે બહારનાં રાજયનાં હિંદીભાષી બે શખ્સ્ કોઈપણ બેંક વિસ્તારમાં ફરતા હોય અને રેકી કરી લોકોની નજર ચુકવી અને ચોરી કરતા હોવાની હકીકત મળી હતી. દરમ્યાન હાલ જૂનાગઢ શહેરમાં સફેદ કલરની સ્વીફટ ગાડી નં.એમ.પી.૦૪-સીએકસ- ૧ર૪૮ આંટાફેરા કરી રહી છે. અને આ શખ્સો મેંદરડા તરફ નીકળવાના છે. તેવી બાતમીના આધારે એગ્રીકલ્ચર યુનિ.નાં ઈવનગર રોડ તરફનાં પાછળના ભાગે વાહન ચેકીંગ કરતાં સફેદ કલરની સ્વીફટ ગાડી નિકળતાં તેને અટકાવતા ગાડીમાંથી બે શખ્સ્ ભાગવા જતાં તેને ઝડપી લઈ પુછપરછ હાથ ધરતાં રામેશ્વર ઉર્ફે ગુઠા હજારીલાલ સીસોદીયા – મધ્યપ્રદેશ તથા નકુલ ચંદરસિંગ સિસોદીયા મધ્યપ્રદેશ વાળાને ઝડપી લઈ તેની પાસેથી સ્વીફટગાડી, મોબાઈલ, રોકડ, નોકીયા કંપનીનો મોબાઈલ વગેરે મળી ૮,૦૬,૦૦૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવેલ તેમજ તેની આકરી પુછપરછ કરતાં ગુજરાત રાજયનાં કુલ ૪, મધ્યપ્રદેશનાં ૮, રાજસ્થાનનાં બે મળી ૧૪ ગુનાઓનાં ભેદ ઉકેલવામાં આવ્યો છે અને આ લખાય છે. ત્યારે જૂનાગઢ જીલ્લા પોલીસવડા વાસમ શેટીએ પત્રકાર પરિષદમાં આંતરરાજય તસ્કરોની ચોરી અંગે વિસ્તૃત વિગતો આપી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews