જૂનાગઢ જીલ્લાનાં મેંદરડા તાલુકાનાં સાસણગીર વિસ્તારમાં બનેલા એક બનાવમાં યુવક અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હોય પરંતુ લગ્ન થઈ શકે તેમ ન હોય જેથી ઝેરી દવા પી લઈ આપઘાત કરી લીધાનો બનાવ બનતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ બનાવ અંગે મેંદરડા પોલીસે આપેલી વિગત અનુસાર વિજયભાઈ ધીરૂભાઈ જાદવ (ઉ.વ.૩૮) રહે.સાસણ તાલુકો મેંદરડા વાળાને તેની બાજુમાં રહેતી પ્રિયંકાબેન સાથે પ્રેમ સંબંધ હોય અને બંને અલગ- અલગ જ્ઞાતિનાં હોય લગ્ન થઈ શકે તેમ ન હોય તેમજ પ્રિયંકાબેનની સગાઈ થઈ જતાં લાગી આવતાં તેણે પોતાની મેળે ઝેરી દવા પી લઈ જીવનનો અંત આણ્યો છે. જયારે પ્રિયંકાબેન અશોકભાઈ ગોહીલ (ઉ.વ.ર૦)એ પણ પડોશમાં રહેતા વિજયભાઈ ધીરૂભાઈ સાથે પ્રેમ સંબંધ હોય અને બંને અલગ- અલગ જ્ઞાતિના હોય લગ્ન થઈ શકે તેમ ન હોય જેથી પોતાની મેળે ઝેરી દવા પી લઈ જીવનનો અંત આણ્યો હોવાનું બહાર આવેલ છે. આ બનાવ અંગે મેંદરડા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.કે.હેરભા વધુ તપાસ ચલાવી રહયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews