કેન્દ્ર સરકારના સીસીઆઇએમ એકટના સુધારાનો વિરોધ કરવા ઇન્ડીયન મેડીકલ એસોસીએશને દેશવ્યાપી વિરોધ કરવાનું નકકી કર્યુ છે. જેના ભાગરૂપે આજે તા.૧૧ ડીસેમ્બરનાં રોજ સવારે ૬ થી સાંજે ૬ વાગ્યા સુધી કોવીડની સારવાર સિવાયની તમામ તબીબી સેવાઓ બંધ રાખી વિરોધ પ્રદર્શીત કરવાનું નકકી કર્યુ છે. જેમાં આઇએમએ વેરાવળની બ્રાંચે સમર્થન કર્યુ છે. જેથી આજે તા.૧૧ ડીસેમ્બરના રોજ વેરાવળની તમામ ખાનગી હોસ્પી ટલો, નર્સીંગ હોમ, લેબોરેટરી અને રેડીયોલોજી સેવાઓ સવારે ૬ થી સાંજે ૬ સુધી બંધ રહેશે. આ સમયગાળા દરમ્યાન ફકત કોવિડ અને ઇમરજન્સી સેવાઓ જ ચાલુ રહેનાર હોવાનું વેરાવળ આઇએમએના ડો. વિરેન પરીખ, ડો. દિલીપ ચોચા, ડો. અનીલ ચૌહાણ, ડો. દતાત્રેય ગોસ્વાામીએ એક યાદીમાં જણાવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews