દ્વારકાની હોસ્પીટલ અને મેડીકલમાં લાગેલ આગ બાબતે તપાસનો ધમધમાટ

0

દ્વારકામાં બે દિવસ પહેલા જુની નગરપાલિકા પાસે ગીચ વિસ્તારમાં દેવભૂમી મેડીકલ અને પૃથ્વીરાજસિંહ ચોહાણની આદિત્ય હોસ્પીટલમાં બપોરના સમયે શોર્ટ સર્કિટના કારણે ભયંકર આગ લાગેલ હતી. દ્વારકા નગરપાલિકાના ફાયર ટીમ સમય સુચકતા ઘટના સ્થળે આવી પંદર હજાર લિટર પાણીનો મારો ચલાવ્યો ત્યારે માંડ માંડ આગ કાબુમાં આવી હતી અને મેડીકલ સહીતના ચાર માળ બળીએ ખાખ થઇ ગયેલ હતા. સદનસીબે મોટી જાનહાની ટળી હતી અને હોસ્પીટલ અને મેડીકલમાં ફાયર સેફટીના સાધનો ન હોવાનું સામે આવ્યું હતું અને હોસ્પીટમાં અને મેડીકલમાં રહેલ ચિજવસ્તુઓ બરીને ખાખ થઇ ગયેલ હતી. અંદાજીત ૧૫ લાખ રૂપિયાનું નુકસાન થયું હોય તેવી હોસ્પીટલના સંચાલકે દ્વારકા પોલીસમાં અરજી કરી હતી. પોલીસે જાણવા જાેગ ફરીયાદ લીધી હતી અને એફએસએલની ટીમે રીપોટ લઇ કલેકટર અને ગાંધીનગર મોકલ્યા એવું જાણવા મળેલ છે. હોસ્પીટલનું બાંધકામ કાયદેસર છે કે નહી ? દ્વારકા નગરપાલિકાના ચિફ ઓફિસર ચેતન ડોડીયાને હોસ્પીટલ સંચાલક ઉપર એકશન લિધા ? તેમજ હોસ્પીટલની મંજુરી છે કે નહી ? છેતો કેટલા સમયથી છે ? કેટલા માળની છે ? ગીચ વિસ્તારમાં મંજુરી આપી શકાય ? કોના નામનું લાઈસન્સ છે ? કેટલા સમયથી હોસ્પીટલ અને મેડીકલ ફાયર સેફ્ટીના સાધનો વિના ધમધમતી હતી તેવા પ્રશ્નો પુછપરછ કરતા ચિફ ઓફીસરે મંજુરી છે કે નહી ?ની ફાઈલની શોધખોળ ચાલું છે અને ફાઇલ મળશે ત્યારબાદ વિગત આપી કાર્યવાહી કરાશે તેવું જણાવ્યું હતું. હોસ્પીટલમાં આગ લાગ્યાના બનાવમાં સમગ્ર દ્વારકા સહિત જીલ્લામાં હા હા મચી ગઈ હતી પણ નગરપાલિકા તંત્ર હજુ સુધી દ્વારકા શહેરની હોટલ, રેસ્ટોરન્ટ, શોપીંગમોલ શોપ, ટયુશન કલાસીસ, કોમ્પ્યુટર કલાસીસ સહિતની વિવિધ જગ્યાએ ફાયર સેફટીના સાધનો છે કે નહી તેનું ચેકીંગ કરવા ફરક્યું જ નથી. જાેકે હોસ્પીટલ અને મેડીકલમાં આગ લાગી તેની આસપાસ રહેણાંક મકાનો, હોટલ, બેન્કો, મોબાઇલ શોપની દુકાનો નજીક હોય સદનસીબે મોટી જાનહાની થતા અટકી હોવા છતાં સ્થાનિક અધિકારીઓ તમાસો જાેઇ મોૈન સેવી રહ્યા હોય તેમ કાર્યવાહી કરવામાં ઢીલાસ રખાઇ રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!