દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુરૂવારે ખંભાળિયા તથા દ્વારકાના એક-એક કોરોના પોઝિટિવ દર્દી સરકારી ચોપડે નોંધાયા છે. જ્યારે પાંચ દર્દીઓ ડિસ્ચાર્જ થતા હવે જિલ્લામાં ૪૮ એક્ટિવ કેસ સારવાર હેઠળ હોવાનું આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસો થયા કોરોનાના કેસો નહિવત પ્રમાણમાં આવે છે. આટલું જ નહીં, ખાનગી તબીબો પાસે પણ કોરોના દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. જેને રાહતરૂપ ગણવામાં આવે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews