અમરેલી જિલ્લામાં સવારથી વરસાદી માહોલ : લાઠી પંથકમાં ધીમીધારે વરસાદ

0

ગુજરાત રાજ્યમાં હવામાનમાં પલટો આવ્યો છે ત્યારે અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. લાઠી પંથકમાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અરવલ્લી, બોટાદ, મોરબી, મહેસાણા, સાબરકાંઠામાં પણ વહેલી સવારે વરસાદ પડ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને પગલે ગઈકાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વાદળછાયુ વાતાવરણ જાેવા મળ્યું હતુ. જ્યારે કેટલાક ઠેકાણેં હળવો વરસાદ પણ વરસ્યો હતો. આ કમોસમી માવઠાથી ખેડૂતોને ખેતરમાં ઉભા પાકને નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!