સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સહિત રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વર્ષા વિજ્ઞાનના પૂર્વાનુમાન મૂજબ આજે વાદળછાયું વાતાવરણ જાેવા મળ્યું હતું અને કમોસમી વરસાદ પડયો હતો. શુક્રવારે તેમજ બે દિવસ બાદ ત્રણથી ચાર ઇંચ સુધીનો વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા અગાઉ કરવામાં આવી હતી. કમોસમી વરસાદના કારણે ફરી ખેડૂતોની માઠી પરિસ્થિતિ બેઠી છે અને ખેતરમાં ઘઉં, જીરૂં, ચણા અને લીલા શાકભાજીના ઉભા પાકને નુકસાન પહોંચ્યું છે. સૌરાષ્ટ્રમાં સવારના સમયે ગુલાબી ઠંડી અનુભવાઇ હતી અને વાદળો ઘેરાતા જગતનો તાત ચિંતામાં મુકાયો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews