ગીર-સોમનાથ જીલ્લાનાં લોકનેતા રાજશીભાઈ જાેટવાનો આવતીકાલે જન્મદિવસ

0

ગીરસોમનાથ જિલ્લામાં લોકનેતાની છાપ ધરાવતા એવા ખેડૂત પુત્ર અને સેવાના ભેખધારી રાજશીભાઈનો જન્મ ૧૨/૧૨/૧૯૬૦ના રોજ વેરાવળ તાલુકાના આદ્રી ગામે થયો હતો. નાની વયથી જ એક લોકનેતા અને સમાજ સુધારણાના ગુણ ધરાવતા તેઓ ૧૯૮૫થી ૯૫આદ્રી ગામના સરપંચ થયા બાદ પણ લોકહૃદયમાં વસી હજુ પણ આદ્રી ગામનું સુકાન તેઓ સંભાળે છે. ૧૯૯૫ થી ૨૦૦૫ સુધી સતત વેરાવળ તાલુકા પંચાયતના પ્રમુખ અને ૨૦૦૭માં સોમનાથ મત વિસ્તારના ધારાસભ્ય, ડારી જિલ્લા પંચાયતના સદસ્ય અને હાલ ગુજરાત રાજ્ય બીજ નિગમના ચેરમેન તરીકેની જવાબદારી નિભાવતા અને બીજ નિગમના બિયારણને છેલ્લા ત્રણ વર્ષમાં ખેડૂતના ખેતર સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા અદા કરનાર અને ૨૦૦૫થી આદ્રી ગામે સમુહલગ્નનું સફળ આયોજન થતા, ગૌશાળાનું સફળ સંચાલન કરનાર સમાજ સેવા માટે સતત કામ કરતા એવા લોકનેતાનો આજે ૬૧મો જન્મદિવસ છે. તેમના મો. ૯૮૨૫૨૬૩૦૭૩ ઉપર શુભકામના આપવામાં આવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!