ઉનાનાં સામાજીક કાર્યકતા વિનોદભાઇ બાંભણીયાએ ભારત સરકાર તેમજ ગૃહમંત્રી ગુજરાત રાજયને સંબોધીને આવેદન પત્ર ઉના પ્રાંત અધિકારીને આપલ હતું જેમાં જણાવલ કે માસ્ક, હેલ્મેટ વગેરે બાબતે વસુલાતા દંડને મોબાઇલ ડીજીટલ પેમેન્ટ દ્વારા ચુકવી શકાય તેવી વ્યવસ્થા કરવા માંગ કરેલ હતી.
ડીજીટલ પેમેન્ટ વ્યવસ્થાથી દંડ ભરનાર તેમજ વસુલ કરનાર બંન્નેનો સમય ન બગડે તેમજ કામગીરી પણ સરળ બને. આ દંડની રકમ સીધી સરકારી તિજાેરીમાં જમા થાય ભારતના વડાપ્રધાન મોદીજીની ડીજીટલ પેમેન્ટ સુવિધાની ઝૂંબેશને વેગ મળી શકશે તેવું આવેદન પત્રમાં જણાવીને ડીજીટલ પેમેન્ટ સુવિધાને સત્વરે લાગુ કરવા માંગણી આવેદનપત્રમાં કરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews