કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને નાથવા માટે વેક્સિન અંગેનું ટ્રાયલ હાલ અંતિમ ચરણમાં છે, ત્યારે ભારતમાં કોરોના વિરોધી રસી લોકોને આપવા માટે તંત્ર દ્વારા આયોજનપૂર્વકની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરીમાં આરોગ્ય વિભાગની ગાઈડલાઈન મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ લોકોને પ્રાથમિકતા મુજબ કોરોના વાયરસની રસી મળે તે માટે ગુરૂવારથી રવિવાર સુધી ચાર દિવસનો ખાસ સર્વે કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. આ કામગીરીના અસરકારક અમલીકરણ માટે ચૂંટણી દરમ્યાન જે રીતે મતદાન મથક દીઠ ટીમની રચના કરવામાં આવે છે, તેવી રીતે મતદાન મથકના વિસ્તાર મુજબ ખંભાળિયા તાલુકામાં ૨૩૭, ભાણવડ તાલુકામાં ૯૮, દ્વારકા તાલુકામાં ૧૪૭ અને કલ્યાણપુર તાલુકામાં ૧૭૫ સર્વેની ટીમ રચવામાં આવી છે. આ ટીમોમાં બી.એલ.ઓ., શિક્ષક, સહિતના કાર્યકરો, કર્મચારીઓ જરૂરી વિગતો એકત્ર કરશે. જેમને જરૂરી આધાર-પુરાવાઓ આપી, કામગીરીમાં સહકાર આપવા આરોગ્ય વિભાગની એક યાદીમાં જણાવાયું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews