સૌરાષ્ટ્ર સહિત કેટલાક સ્થળોએ કમોસમી વરસાદ : પાકને નુકસાનની ભીતિથી ખેડૂૂતોમાં ચિંતા

રાજ્યમાં શિયાળો બરાબર જામવાનું નામ લેતો નથી. ઠંડી પોતાનું જાેર બતાવવાનું નામ નથી લેતી ત્યારે રાજ્યમાં કેટલાક સ્થફ્રોએ વાતાવરણમાં પલટો જાેવા મળ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ વાતાવરણમાં પલટો આવશે અને વાદળછાયું વાતાવરણ રહેશે. તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે સૌરાષ્ટ્રના કેટલાક સ્થળોએ વરસાદ પડ્યો હતો. સુરતમાં પણ વરસાદી માહોલ જાેવા મળ્યો હતો. ક્યાંક ઝાપટા તો ગીર-સોમનાથ અને ઉના પંથકમાં ૪૦થી પ૦ મિનિટ સુધી વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં આજે સવારે તડકો અને વાદળછાયું મિશ્ર વાતાવરણ જાેવા મળ્યું હતું. પરંતુ બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા કાળા ડિબાંગ વાદળો સાથે આકાશ ઘેરાયું હતું. ત્યારે ખાંભા પંથકમાં વરસાદ વરસતા રસ્તાઓ ભીંજાયા છે તો ગારિયાધાર, તળાજા અને મહુવામાં પણ વરસાદી છાંટા પડતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. તેમજ સુરતમાં વરસાદી છાંટા પડ્યા હતા. હાલ શિયાળું પાક જીરૂ, ચણા અને ઘઉંને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. જ્યારે કપાસના પાકને પણ નુકસાન પહોંચે તેવી શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ વાતાવરણમાં પલટો આવશે અને વાદળછાયું વાતાવરણ રહેશે. તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જેના પગલે ભાવનગર શહેર અને આસપાસના પંથકમાં વાતાવરણમા પલટો આવ્યો અને આકાશમાં વાદળોથી ઘેરાયું છે. ભાવનગર શહેરના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ગારિયાધાર, તફ્રાજા અને મહુવાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદફ્રછાયા વાતાવરણ વચ્ચે ઝરમર છાંટા વરસ્યા હતા. રાજકોટ, જામનગર, અમરેલી, દ્વારકામાં પણ આજે વાદળછાયું વાતાવરણ જાેવા મળી રહ્યું છે. ગીર-સોમનાથ જિલ્લાના વાતાવરણમાં આજે સવારથી પલટો આવ્યા બાદ બપોરના સમયે ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પ૦ મિનિટ સુધી વરસાદ ખાબક્યો હતો. જ્યારે કોડીનાર- ગીરગઢડા પંથકમાં કમોસમી માવઠાના ઝાપટાં પડ્યા હતા તો તાલાલા, સૂત્રાપાડા અને જિલ્લામથક વેરાવળ-સોમનાથમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું છે. વાતાવરણમાં પલટો આવતા ગીરની પ્રખ્યાતા કેસર કરી તથા ઘઉં, બાજરી, ચણા જેવા શિયાળું પાકની વૃદ્ધિ અટકવાની ભીતિ હોવાથી ખેડૂતો ચિંતાતૂર બન્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!