આયર્વેદિક ડોકટરોને સર્જરીની મંજુરીના વિરોધમાં જૂનાગઢની હોસ્પીટલના તબીબોની આજે એક દિવસીય સજજડ હડતાલ

0

આયુર્વેદિક ડોકટરોને સર્જરી કરવા અપાયેલી મંજુરીના વિરોધમાં ઓલ ઈન્ડીયા ઈન્ડીયન મેડીકલ એસોસીએશને હડતાલના કરેલા એલાન અંતર્ગત જૂનાગઢની ર૭પ હોસ્પીટલના તબીબો આજે હડતાલ ઉપર ઉતરેલ છે જેને કારણે ૯ હજાર દર્દી સારવારથી વંચિત રહેશે. આયુર્વેદિક ડોકટરોને સર્જરીની અપાયેલી મંજુરીના વિરોધમાં ઓલ ઈન્ડીયા ઈન્ડીયન મેડીકલ એસોસીએશને આજે ૧ર કલાક હડતાલ પાડવાના આપેલા એલાનને પગલે જૂનાગઢના તબીબો કામગીરીથી અળગા રહેલ છે. આ અંગે આઈએમએ, જૂનાગઢના સેક્રેટરી ડો. સંજીવ જાવીયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ આઈએમએના પ્રમુખ ડો. એન. એ. લાખાણીના માર્ગદર્શન હેઠળ જૂનાગઢના તબીબો ૧ર કલાકની હડતાલમાં જાેડાયા છે. જૂનાગઢમાં ર૭પ જેટલી હોસ્પીટલ આવેલ છે જેના ૩રપ જેટલા તબીબો હડતાલમાં જાેડાયેલ છે. હોસ્પીટલમાં દરરોજ દરેક પ્રકારની માંદગી માટે દર્દીઓ સારવાર લેવા આવતા હોય આજની એક દિવસીય હડતાલથી ૯૦૦૦ દર્દીઓ સારવારથી વંચિત રહેશે અથવા સારવારના અભાવે મુશ્કેલીમાં મુકાશે. આઈએમએના એલાન અન્વયે જૂનાગઢના ૭૦ જેટલા ડેન્ટીસ્ટો પણ આજની હડતાલમાં જાેડાયા છે તેમ આઈએમએના જાેઈન્ટ સેક્રેટરી ડો. નિરવ માડીયાએ જણાવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!