ગીર સોમનાથ જીલ્લાનાં ઉના પંથકમાં કમોસમી વરસાદ ખાબકયો : ગીરગઢડા-કોડીનારમાં ઝાપટા પડયાં

ગીર સોમનાથ જીલ્લાના વાતાવરણમાં ગઈકાલે સવારથી માવઠાનાં વાતાવરણનો પલટો આવ્યા બાદ બપોરના સમયે ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસેલ હતો. જયારે કોડીનાર-ગીરગઢડા પંથકમાં કમોસમી માવઠાના ઝાપટા પડેલ હતા. જયારે તાલાલા, સુત્રાપાડા અને જીલ્લા મથક વેરાવળ-સોમનાથમાં દિવસભર વાદળછાયા વાતાવરણ સાથે બપોર બાદ ઠંડો પવન ફુકાતા વાતાવરણમાં ઠંડકનો માહોલ લોકો મહેસુસ કરી રહયા છે.
રાજયના હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે સવારથી લાંબો દરીયાકાંઠો ધરાવતા ગીર સોમનાથ જીલ્લાના ૬ તાલુકામાં વાદળછાયુ વાતાવરણ છવાયું હતું. ગઈકાલે બપોરના ત્રણેક વાગ્યા આસપાસ ગીર સોમનાથ જીલ્લાના ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ પધરામણી કરી વરસાદ વરસવાનું શરૂ કરી એકધારે ૪૦ થી ૫૦ મિનિટ સુધી હેત વરસાવ્યું હતું. જેના પગલે ઉના શહેરના માર્ગો ઉપર વરસાદી પાણી વહેતુ નજરે પડતુ હતું. જયારે ગીરગઢડા અને કોડીનાર પંથકમાં પણ મેઘરાજાએ ઝાપટારૂપી હેત વરસાવ્યું હતું. જયારે તાલાલા, સુત્રાપાડા અને વેરાવળ-સોમનાથમાં દિવસભર વાદળછાયા વાતાવરણ છવાયેલ રહેલ હતું. જાે કે, બપોર બાદ ત્રણેય પંથકમાં અનેરી ઠંડક પ્રસર્યાનું લોકો અનુભવ કરતા હતા. ગઈકાલે એકાએક ઉના પંથકમાં પડેલ કમોસમી વરસાદ અને કોડીનાર-ગીરગઢડા પંથકમાં પડેલ કમોસમી ઝાપટાથી શિયાળુ પાકને નુકશાન થવાની ભિતીથી ખેડુતો ચિંતામાં મુકાયા હતા. વર્ષાની આગાહી મુજબ હજુ એકાદ દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે કમોસમી ઝાપટા પડવાની શકયતાથી ખેડુતો મુંઝવણમાં મુકયા છે.
ઉના
ગઈકાલે સવારથી જ વાદળ છાયું વાતાવરણ સાથે બપોરના સમયે કમોસમી વરસાદ પડવાથી ખેડૂતોએ પોતાની જમીનમાં વાવેલ કપાસ, ચણા, જેવા રવિ પાકને નુકશાન થવાની ભીતી સેવાઇ રહી છે. જુડ વડલી ગામે ખેડૂતે વાવેલો ચણાના પાકમાં પાણી ફરી વળ્યાં હતાં ત્યારે અચાનક વરસાદ પડવાથી જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો હતો. ગીર-સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં બે કલાકમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ વરસી જતાં શહેરના રસ્તા પાણી પાણી થઈ ગયા હતા અને ચોમાસુ બેઠુ હોય એવો માહોલ થઈ ગયો હતો. આ પહેલાં ગુરૂવારે બપોરે જૂનાગઢના નાઘેર પંથકમાં ભારે વરસાદ પડ્યો હતો. નાઘેર પંથકમાં ગુરૂવારે સવારથી વાતાવરણમાં પલટો આવતાં વાદળછાયું વાતાવરણ જાેવા મળ્યું હતું. બપોર બાદ આકાશમાં કાળાં ડિબાંગ વાદળો ઘેરાવા લાગ્યાં હતાં અને અચાનક બપોરે અઢી વાગ્યા આસપાસ વરસાદ વરસતાં સમગ્ર શહેર પાણી પાણી થઈ ગયું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!