વર્ષ ૨૦૨૦નો અંત હવે નજીક આવી ગયો છે. દરેક જણ હવે નવા વર્ષની રાહ જાેઈ રહ્યું છે. કોરોના મહામારી માટે વર્ષ ૨૦૨૦ મોટાભાગના લોકો માટે સારૂ રહ્યું નથી. લોકડાઉનને કારણે મોટાભાગના લોકો ઘણા મહિનાઓ સુધી પોતાના ઘરોમાં બંધ રહ્યા છે. આ ઉપરાંત, રોગચાળા દરમ્યાન ઘણા પરદેશી લોકો પગથી ચાલીને પોતાના વતન તરફ ચાલ્યા ગયા હતા. તે દરમ્યાન ઘણા લોકોના કોઈના કોઈ કારણસર મૃત્યું પણ થયા હતા. વર્ષ ૨૦૨૦માં કોરોના વાયરસના કારણે લાખો લોકોના મૃત્યું થયા છે. વર્ષનો અંત થનાર છે, પરંતુ હજી પણ મોટા ભાગના લોકોની જિંદગીની ટ્રેક ઉપર પાછી ફરી નથી. હાલના સમયે, દેશના મોટાભાગના ભાગોમાં ભૂખમરો છવાયેલો છે. કોરોના મહામારી વચ્ચે ગુજરાત સરકારે ભૂખમરો દૂર કરવા માટે ઘણા અસરકારક પગલા પણ લીધા છે. તાજેતરમાં અન્ના સુરક્ષા અભિયાન (ગુજરાત) હેઠળ હાથ ધરવામાં આવેલા હંગર વોચ સર્વેક્ષણમાં એવું જાણવા મળ્યું છે કે ૨૦.૬ ટકા ઘરોમાં અનાજની અછતને કારણે જમવાનું બની શક્યું નથી. જ્યારે ૨૧.૮ ટકા ઘરોમાં એક ટાઈમનું ભોજન પણ રંધાયું નથી. અમદાવાદ, આણંદ, ભરૂચ, ભાવનગર, દાહોદ, મોરબી, નર્મદા, પંચમહાલ અને વડોદરા સહિત નવ જિલ્લામાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં આ સર્વે કરવામાં આવ્યો હતો. હંગર વોચ સર્વે દ્વારા જાણવા મળી રહ્યું છે કે, લોકડાઉન સમાપ્ત થયાના પાંચ મહિના પછી પણ ભૂખમરાની પરિસ્થિતિ એકદમ ગંભીર છે. જ્યારે મોટી સંખ્યામાં ઘરોમાં (૬૨ ટકા) આવક ઘટી છે, અનાજ (૫૩ ટકા), કઠોળ (૬૪ ટકા), શાકભાજી (૭૩ ટકા) અને ઇંડા / માંસાહારી વસ્તુઓ (૭૧ ટકા), પોષક ગુણવત્તામાં (૭૧ ટકા) ઘટાડો થયો છે. આ ઉપરાંત ૪૫ ટકા ઘરોમાં ખોરાક ખરીદવા માટે પૈસા ઉધાર લેવાની જરૂરિયાત ઉભી થઈ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews