ઉના પંથકના ગામડાઓમાં ચાલતું ગેરકાયદેસર તાડીનું વેંચાણ બંધ કરાવવા રજુઆત

ઉના આસપાસના ગામડાઓમાં તાડીનો ગેરકાયદેસર ચાલતો ધંધો બંધ કરવા દલિત યુવાન દ્વારા રજુઆત કરાઈ છે. થોડા સમય પહેલાં તાડીના નશાથી એક યુવાનનું મૃત્યું થયું હતું. યુવા વર્ગ તાડીનો નશો કરી પોતાનો પરિવાર બરબાદ કરી રહેલ છે ત્યારે દલિત સમાજના યુવા રાજેશ મકવાણાએ ઉના પીઆઈ વિજયસિંહ ચૌધરીને ઉનાના જે ગામડાઓમાં તાડીનો ધંધો ચાલી રહેલ છે તેનું લિસ્ટ આપેલ છે. તાડી વેંચતા લોકો અનેક પ્રકારની દવા તથા કેમિકલનું મિશ્રણ કરતા હોવાનું રાજેશ મકવાણાએ જણાવેલ છે. ઉના નજીકના રાતળ, એલમપુર, સીમાસી, કેસરીયા જેવા અનેક ગામડાઓમાં તાડીનું ગેરકાયદેસર વેંચાણ થઈ રહેલ છે જે અનેક યુવાનોની જીંદગી અને પરિવાર બદબાદ કરશે ત્યારે ઉના પોલીસે યુવાવર્ગને તાડીના નશાની ચુંગાલમાંથી બચાવવા કાર્યવાહી હાથ ધરવી જરૂરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!