કેન્દ્ર સરકારે સીસીઆઇએમ એકટમાં સુધારો કરેલ છે જેનો વિરોધ કરવા ઇન્ડીયન મેડીકલ એસોસીએશને દેશવ્યાપી વિરોધ પ્રદર્શીત કરવાની જાહેરાત કરી કાર્યક્રમો જાહેર કર્યા છે. જેના ભાગરૂપે ગઈકાલે સવારે ૬ થી સાંજે ૬ વાગ્યા સુધી કોવિડની અને ઇમરજન્સી સારવાર સિવાયની તમામ તબીબી સેવાઓ બંધ રાખી વિરોધ પ્રદર્શીત કરવાનું જાહેર કર્યું હતું. જે અનુસંધાને ગીર સોમનાથ જીલ્લા અને વેરાવળ આઇ.એમ.એ.ની બ્રાંચ સાથે જાેડાયેલા તમામ ખાનગી પ્રેક્ટિસ કરતા તબીબોએ ગઈકાલે સવારથી હોસ્પિટલો અને તેમની ઓપીડી સેવા જડબેસલાક બંધ રાખી હતી. આ બંધમાં વેરાવળના ૧૦૦ ખાનગી તબીબો અને તેમની હોસ્પીટલો ઉપરાંત ગીર સોમનાથ જિલ્લાના વધુ ૧૦૦ થી વધુ ખાનગી તબીબો અને તેમની હોસ્પિટલો-ઓપોડી સંપૂર્ણ બંધ રાખી એકટના વિરોધમાં જાેડાયા હતા. આ તકે ઇન્ડીયન મેડીકલ એસોસીએશન દ્વારા સરકારે કરેલો સુધારો રદ કરે તેવી માંગણી કરી હોવાનું વેરાવળ આઇએમએના ડો. પરીખ, ડો. દિલીપ ચોચા, ડો. અનીલ ચૌહાણ, ડો. દતાત્રેય ગોસ્વામીએ જણાવેલ હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews