કેશોદ શહેરમાં આવેલાં અંલકાર એપાર્ટમેન્ટમાં રહેતાં અને માળીયા હાટીના તાલુકાના જામવાડી ગામે શિક્ષક તરીકે નોકરી કરતા કૃષ્ણદાસ ગોકળદાસ ઝાલાવાડીયા એ પોતાની બાજુમાં રહેતાં અને કેશોદના મહેન્દ્રસિંહજી ચોક વિસ્તારમાં સાંઈબાબા જ્વેલર્સ નામની દુકાન ધરાવતાં સોની વેપારી રતીભાઈ નરશીભાઈ લોઢીયા અને સુનીલભાઈ રતીભાઈ લોઢીયાને સંબંધીની રૂએ ઘરમાં પડેલાં જુનાં દાગીના સોનાનો પેન્ડલ સેટ, સોનાની વીંટી અને સોનાની લક્કી મળીને કુલ વજન ૩૩ ગ્રામ ૨૪૦ મીલીગ્રામ અને ૨ કિલો ૩૭૦ ગ્રામ ચાંદી મળીને આશરે રૂપિયા ૯૪,૮,૦૦ નાં દાગીના નવા બનાવવા માટે આપ્યા હતા. સાંઈબાબા જ્વેલર્સ નામની દુકાન ધરાવતાં સોની વેપારી રતીભાઈ નરશીભાઈ લોઢીયા અને સુનીલભાઈ રતીભાઈ લોઢીયાએ નવાં દાગીના બનાવી મુદતમાં પરત ન કરતાં વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરીયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં શિક્ષક કૃષ્ણદાસ ગોકળદાસ ઝાલાવાડીયા એ નોંધાવી છે. કેશોદ પોલીસ દ્વારા આઈપીસી કલમ ૪૦૬,૪૨૦,૧૧૪, હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેશોદના શિક્ષકનાંસોના ચાંદીનાં દાગીના પરત ન આપી છેતરપિંડી કરનાર સોની વેપારી કેશોદ છોડીને જુનાગઢ જત રહ્યા છે. આ અંગે કેશોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ પ્રિતી ઝાલા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews