વાવાઝોડા, દરીયાઇ વાતાવરણમાં સતત આવતી ઉથલ-પાથલ અને કોરોનાના કારણે માછીમારો બેહાલ

0

બે સીઝનથી માછીમારી નહીંવત જેવી છતાં સરકારે ડિઝલ ઉપર એકસાઈઝ-વેટનો કમ્મરતોડ વધારો કરતા સાગરખેડુઓ માટે પડયા ઉપર પાટુ જેવી સ્થિતી ઉદભવી છે.
વર્ષ ૨૦૧૯-૨૦ ની માછીમારીની બે સીઝન વાવાઝોડા અને કોરોનાના કારણે નિષ્ફળ ગઇ હોવાથી સાગરખેડુ એવા માછીમારો આર્થીક સંકડામણમાં જકળાઈ ગયા છે. ગુજરાત રાજયની ૨૫ હજાર ફીશીંગ બોટો છેલ્લી બે સિઝન દરમ્યાન દરીયામાં નિયમિત માછીમારી ન કરી શકી હોવાથી માછીમારો તીવ્ર આર્થીક સંકડામણનો સામનો કરી રહયા હોવાથી સાગર ખેડુઓની વહારે આવવા માટે તાજેતરમાં માછીમાર સમાજના આગેવાનોના એક પ્રતિનિધિ મંડળે ગુજરાતના દરીયાકાંઠાના જીલ્લાઓના સાંસદો અને ધારાસભ્યોને રૂબરૂ મળી સાગરખેડુઓની બદતર પરિસ્થિતિથી કેન્દ્ર અને રાજય સરકારને વાકેફ કરાવી વહેલીતકે સાગરખેડુઓની વહારે આવી મદદરૂપી પેકેજની જાહેરાત કરે તેવી માંગણી કરી હતી.
ગુજરાત રાજયમાં કલાઇમેન્ટ ચેઈન્જના કારણે છાશવારે દરીયામાં ઉદભવતા વાયુ અને મહા વાવાઝોડા અને ત્યારબાદ ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે ઉદભવેલ પરિસ્થિતિના કારણે માછીમારીની છેલ્લી બે સિઝન ઇતિહાસમાં સૌથી ખરાબ ગઇ છે. જેના કારણે સૌરાષ્ટ્ર-ગુજરાતનાં ચાર લાખથી વધુ માછીમારો તીવ્ર આર્થીક સંકડામણનો સામનો કરી રહયા છે. આ અંગે પ્રતિનિધિ મંડળના સભ્ય એવા માછીમાર આગેવાન તુલસીભાઇ ગોહેલે જણાવેલ કે, રાજયમાં સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના દરીયા કિનારાની ઈકોનોમીમાં માછીમારી ઉદ્યોગનું મહત્વનું સ્થાન છે. પરંતુ વર્ષ ૨૦૧૯ની અને ચાલુ વર્ષની તા.૧ લી ઓગષ્ટથી શરૂ થયેલ માછીમારીની સીઝન બંધ જેવી જ રહી છે. કારણ કે સતત આવતા વાવાઝોડા અને દરીયાઇ વાતાવરણમાં વારંવાર આવતી ઉથલ-પાથલના કારણે માછીમારી કરવા હજુ મધદરિયે ફીશીગ બોટ પહાંેચે કે તરત જ પરત બોલાવવી પડે છે. જેના કારણે હાલ ૮૦ ટકા જેટલી ફીશીંગ બોટો પરત આવીને બંદરોમાં કાંઠે પડી છે. ગુજરાત રાજયમાં ૨૫ હજારથી વધુ બોટો કાર્યરત છે. જે પૈકીની ૨૦ ટકા જેટલી બોટો કાર્યરત છે. લાખોનો ખર્ચ કરી આ બોટોને દરીયામાં માછીમારી કરવા મોકલવામાં આવે અને મચ્છીનો માલ પરત લઇને બોટ આવે તો અહીં તે મચ્છીના માલના કોઇ ખરીદનાર મળતા નથી. જેની પાછળનું કારણ કોરોના હોવાનું મચ્છીના નિકાસકારો પાસેથી જાણવા મળી રહયુ છે. કારણ કે, ગુજરાત રાજયમાંથી કુલ મચ્છીની ૭૦ ટકાથી વધુ નિકાસ ચીનમાં થાય છે. જયાં કોરોના સંકટનાં બહાના હેઠળ ચીનમાં અગાઉ મોકલાયેલ અને મોકલાય રહેલ મચ્છીના માલના નિકાસકારોના અંદાજે રૂા.૧ હજાર કરોડના પેમેન્ટ અટકયા હોવાની સીધી અસર સાગરખેડુઓ સુધી પહોંચી છે. આના કારણે નિકાસકારો સાગરખેડુઓને મચ્છીના માલના પૈસા સમયસર ચુકવી શકતા નથી.
વધુમાં સાગરખેડુઓ ગંભીર પરિસ્થિતિમાં મુકાયા હોય જેમાંથી બહાર કાઢવા તાજેતરમાં વેરાવળ ખાતે રાજયના માછીમાર આગેવાનોની એક બેઠક મળી હતી. જેમાં કુદરતી આફતોના કારણે બે સીઝન નિષ્ફળ ગઇ છે ત્યારે સરકારે પણ કમ્મરતોડ વેરો ડિઝલ નાખ્યો છે તે દુર ન કરાતો હોવાથી સાગરખેડુઓને બેવડો માર પડી રહયો છે. ડિઝલ પર ર૧ ટકા જેટલો વેટ નાખવામાં આવ્યો છે તે સાગરખેડુઓ માટે સંપૂર્ણપણે હટાવી લેવો જાેઇએ અને એકસાઈઝ ડયુટી આશરે રૂા.૩૨ છે તે દુર કરવામાં આવે તો ડિઝલ સસ્તુ થાય તો સાગરખેડુઓને થોડી રાહત મળી શકે તેમ છે. જેથી આ તમામ બાબતોથી કેન્દ્ર અને રાજય સરકારનું ઘ્યાન દોરી મહતમ મદદ સાગરખેડુઓને મળે તે માટે લોકપ્રતિનિધિઓને રજુઆત કરવાનું સર્વાનુમતે નકકી કરાયુ હતું.
માછીમાર આગેવાનોએ વધુમાં જણાવેલ કે, છેલ્લી બે સીઝન નિષ્ફળ ગયેલ હોવાથી તીવ્ર આર્થીક સંકડામણનો સામનો કરી રહેલા માછીમારોને પરીવારના દાગીના વહેંચી ગુજરાન ચલાવવું પડી રહયુ છે. જેથી સરકાર વેટ અને એકસાઈઝ દુર કરે તો ડિઝલ સસ્તુ કરે તે આવશ્યક છે. માછીમારો છેલ્લા એક વર્ષથી બેકારીમાં ધકેલાયા હોવાથી સરકારે ખાસ સહાય પેકેજ જાહેર કરવુ જાેઈએ. આ તમામ મુદાઓ માછીમાર સમાજના પ્રતિનિધિ મંડળે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ ઉપરાંત જૂનાગઢ, જામનગર, પોરબંદર, દિવ-દમણના સાંસદો અને દરીયાઇપટીના ધારાસભ્યો-મંત્રીઓને રૂબરૂ મળી રજુઆતો કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!