વિશ્વના અનેક દેશોમાં ૧૫ ડિસેમ્બરના દિવસને અંતરરાષ્ટ્રીય ચા દિવસ તરીકે મનાવવામાં આવે છે જેમાં ભારત,નેપાળ, બાંગ્લાદેશ, ઈન્ડોનેશિયા, શ્રીલંકા, ટાન્ઝાનિયા સહિત ઘણા દેશો પણ સામેલ છે. જાે કે, શરૂઆત એક એનજીઓએ કરી હતી. મે મહિનામાં સૌથી વધારે ચાનું ઉત્પાદન થાય છે. બોટનીની ભાષામાં ‘કેમેલીઆ સીનેસીસ નામના છોડના પાંદડાને જુદી જુદી રીતે પ્રોસેસ કરીને અનેક જાતની ચા બનાવાય છે અને તેને અનેક નામ પણ આપેલાં છે. ૧૬મી સદીમાં પ્રથમવાર ચીનમાં ચા દવા તરીકે ચીનના હકીમો દર્દીને શક્તિ આપવા, જુસ્સો ચઢાવવા આપતા હતા. ૧૭મી સદીમાં બ્રિટનમાં ચાનો વપરાશ શરૂ થયો ત્યાંથી ભારતમાં ચા નું આગમન થયું. ચાના છોડને આસામ અને તામીલનાડુનું હવામાન ફાવી ગયું. આ પહેલાં ચા ચીનથી આવતી અને ત્યાર પછી બ્રિટનથી. અત્યારે આખી દુનિયામાં ભારતની ચા જાય છે. અને આખી દુનિયાની ઉત્પન્ન થતી ચા માં ૩૨ ટકા ભારતની ચા છે. આ બિઝનેસ રૂા.૧૦,૦૦૦ કરોડથી વધુનો વેપાર છે. (તસ્વીર ઃ પ્રતીક પંડયા)