પોરબંદર : માંગરોળના પત્રકાર સાથે પોલીસના મનસ્વી વર્તનના વિરોધમાં પત્રકાર સંઘમાં પ્રવર્તતો રોષ, આવેદનપત્ર પાઠવાયું

0

પોરબંદર નજીકના નવી બંદર ખાતે ચેકપોસ્ટ ઉપર માંગરોળના પત્રકાર સાથે પોલીસકર્મી દ્વારા કરાયેલા ગેરવર્તન બાબતે માંગરોળ પત્રકાર સંઘે રોષ વ્યક્ત કરી ડીવાયએસપીને આવેદન પાઠવ્યું હતું. પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મિડીયાકર્મીઓએ આવેદન પત્ર પાઠવી જણાવ્યું હતું કે, ગત તા.૧૦-૧ર-ર૦ર૦ના રોજ માંગરોળ શહેરમાં અનેક સામાજીક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા અને સ્થાનિક પોલીસની કામગીરીમાં અવારનવાર મદદરૂપ બનતા નિતિનભાઈ પરમાર તેમના પરિવાર સાથે પોરબંદર ખાતે લગ્ન પ્રસંગમાં જતા હતા ત્યારે ચેકપોસ્ટ ઉપર બે જીઆરડી જવાન સાથે સાદા ડ્રેસમાં રહેલા એએસઆઈએ તોછડાઈભર્યું વર્તન કર્યું હતું. પત્રકારે પોતાની ઓળખ આપવા છતાં પોલીસકર્મીએ ગેરવર્તન ચાલુ રાખી આઈકાર્ડ અને મોબાઈલ ફોન ઝુંટવી લીધા હતા. ત્યારબાદ કારને પોલીસ સ્ટેશન લઈ જઈ જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કર્યો હતો. આટલેથી ન અટકતા પત્રકાર અઠંગ ગુનેગાર હોય તેમ લોકઅપમાં ધકેલી દીધા હતા. જાે કે ત્યારબાદ પીએસઆઈ આવતા, સમગ્ર ઘટનાક્રમથી વાકેફ થતા તેઓનો છુટકારો થયો હતો. પત્રકાર સાથે બેહુદું વર્તન કરનાર પોલીસકર્મી છેલ્લા અમુક દિવસથી કુતિયાણા પોલીસ સ્ટેશનમાંથી આવ્યા હોવાનું અને રોફમાં આવી જઈ અવારનવાર લોકોને ધમકાવતા હોવાનું તથા ઉપરી અધિકારીને પણ ગાંઠતા ન હોવાનું જણાવ્યું છે. પોલીસ અને પત્રકાર એક સિક્કાની બે બાજુ હોય ત્યારે આવું ગેરવ્યાજબી વર્તન કોઈ કાળે ચલાવી ન શકાય, સમગ્ર બનાવની તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા આઈ.જી., મરીન ડીવાયએસપી સહિતના અધિકારીઓ સમક્ષ માંગણી કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!