પવિત્ર કાર્તિક માસ, સોમવાર અને સોમવતી અમાસના શુભગ ત્રિવેણી સંગમના આજના પાવન દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં પવિત્ર ત્રિવેણી સંગમઘાટમાં મોટી સંખ્યામાં ભક્તોએ સ્નાન કરી પિત્રુતર્પણ કરી પુણ્યનું ભાથુ બાંધ્યુ હતુ.
શિવ એટલે કલ્યાણ અને શંકર એટલે કલ્યાણ કરવાવાળા તેમજ શંભુ એટલે વિશ્વની લય અને પ્રલય માટે કારણભુત શક્તિનો અખુટ ભંડાર. જગતની પાલનકર્તા ઉર્જાનો ઉદભવ પ્રભાસક્ષેત્રમાં જ્યોતિર્લિંગ સ્વરૂપમાં થયો છે. અરબી સમુદ્રના કીનારે બીરાજમાન સોમનાથ મહાદેવ વિશ્વનુ પ્રથમ જ્ર્યોતિલંગ છે. આવી જ રીતે આ પવિત્ર ધરતિમાં કૃષ્ણ ભગવાને ૫૬ કોટી યાદવોનો ઉધ્ધાર કરવા માટે પવિત્ર ત્રિવેણી સંગમઘાટના કિનારે શ્રાધ્ધકર્મ કર્યુ હતુ. કૃષ્ણ ભગવાને પણ પોતાનો દેહોત્સર્ગ આ જ કિનારેથી કર્યો હતો. જેથી શાસ્ત્રોમાં પાંચ તીર્થ ક્ષેત્રોમાં ઉત્તમ તીર્થ પ્રભાસક્ષેત્ર કહેવાયુ છે. અને અહી સોમવતી અમાસે સ્નાન કરવાથી સાત જન્મોના પાપનું નીવારણ થાય છે તેવુ શાસ્ત્રોમાં વીદીત હોવાનું તીર્થ પુરોહિત જયદેવભાઇ જાની જણાવી રહયા છે.
સોમવતી અમાસના દિવસે ત્રીવેણી સંગમમાં હજારોની સંખ્યામાં ભાવીક ભક્તજનોએ સ્નાન કરી પીપળાના વૃક્ષને પાણી ચડાવી, પિત્રુ તર્પણ કરેલ હતુ. પિત્રુઓને યાદ કરી શ્રાધ્ધાદીક કર્મ કરવાથી આરોગ્ય, સુખ, શાંતી તેમજ સમૃધ્ધી પ્રાપ્ત થાય છે. પુરાણોમાં પણ પવીત્ર ત્રિવેણી સંગમમાં સ્નાનનું અતી મહત્વ છે આ અલભ્ય દિવસનો લાભ લઇ ધન્યતા પ્રાપ્ત કરવાનું મહત્વ છે.
આ પવીત્ર ભૂમીમાં પ્રસ્થાપીત આધ્યાત્મીક ચેતનાના મહાસાગરમાં સ્નાન કરી ભાવિકભક્તો પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. કોઇ રોગના નીવારણ માટે, કોઇ દરીદ્રતાના નીવારણ માટે તો કોઇ આરોગ્યની સુખાકારી માટે મોક્ષદાયીની અમાસના દિવસે પોતાના પીત્રુઓને યાદ કરી પવિત્ર ત્રીવેણી સંગમમાં સ્નાન કરી યથા યોગ્ય દાન પુણ્ય કરી આશીર્વાદ પ્રાપ્ત કરે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews