જૂનાગઢ : દાતારબાપુની જગ્યામાં ટેલિયા તરીકે સેવા આપનાર મસ્તાનબાપુ જન્નતનશીન : શોકની લાગણી

0

ઉપલા દાતાર હઝરત જમીયલશા દાતારબાપુની જગ્યામાં વર્ષો સુધી ટેલિયા તરીકે સેવા કરનાર મસ્તાનબાપુ ગઈકાલે જન્નતનશીન થયેલ છે. મસ્તાન બાપુએ ઘણા વર્ષો સુધી દાતારબાપુની જગ્યામાં ટેલિયા તરીકે અવિરત સેવા આપેલ. પહાડ ઉપર પોતે એકલા હાથે પાણીનો વીરડો બનાવેલ હતો જેને દાતાર સેવકો મસ્તાનના વીરડા તરીકે ઓળખે છે. મસ્તાનબાપુ જન્નતનશીન થતાં સેવકોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે ત્યારે આ દુઃખને સહન કરવાની શક્તિ આપે તથા મસ્તાનબાપુના દિવ્ય આત્માને શાંતિ મળે તેવી દાતારબાપુને દુઆ-પ્રાર્થના કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews