જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં કાતિલ ઠંડી : જનજીવન પ્રભાવિત

0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થયો છે. જૂનાગઢ શહેરમાં છેલ્લા ત્રણ દિવસ થયાં ઠંડીનું જાેર વધ્યું છે. ઠંડીને કારણે રસ્તાઓ રાત્રીના સુમસામ ભાસી રહયા છે. જૂનાગઢ નજીક આવેલા ગિરનાર ક્ષેત્રમાં અતિશય ઠંડીને કારણે પ્રાણી અને પક્ષીઓને અસર પહોંચી છે. પક્ષીઓ પણ પોતાના રહેઠાણને છોડતાં નથી. માળામાં જ રહેતા હોય છે. સતત ઠંડીને કારણે લોકો ઘરની બહાર કામ શિવાય નિકળવાનું પસંદ કરતા નથી. ઠંડીનાં આ દોરમાં લોકો ગરમ વસ્ત્રો ધારણ કરી દિવસ દરમ્યાન ઠંડીથી બચવા પ્રયત્નશીલ રહેતા હોય છે.
ગુજરાત રાજયમાં વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસર હેઠળ છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં જાેરદાર પલટો જાેવા મળ્યો હતો. ત્યાર બાદ જાેરદાર ઠંડીનો ચમકારો જાેવા મળશે તેવી હવામાન વિભાગની આગાહી સાચી પડતા રાજયમાં હાડ થીજવતી ઠંડીનો માહોલ મળી રહયો છે. માત્ર બે દિવસના ગાળામાં રાજયમાં અનેક સ્થળોએ તાપમાનનો પારો પાંચ થી ૬ ડિગ્રી જેટલો નીચો જતા જાેરદાર ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ૭ ડિગ્રી જેટલા લઘુતમ તાપમાન સાથે નલિયાવાસીઓએ જાેરદાર ઠંડીનો અનુભવ કર્યો હતો. જયારે સૌરાષ્ટ્રમાં પણ અનેક સ્થળોએ લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાતા લોકોએ જાેરદાર ઠંડીનો અનુભવ કર્યો હતો. રાજયમાં વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસર દુર થઈ પણ કાતિલ ઠંડીનો ચમકારો અનુભવાય તેવી સ્થિતિ જાેવા મળે છે. હાડ થીજવતી ઠંડીના અનુભવ વચ્ચે કોરોના સંક્રમણ વધવાની ભીતિ તબીબોએ દર્શાવી છે જયારે આગામી દિવસોમાં જાેરદાર ઠંડીનો ચમકારો જાેવા મળશે. વાત કરીએ લઘુતમ તાપમાનની તો નલિયામાં લઘુતમ તાપમાન ૭ ડિગ્રી, જયારે ભુજમાં ૧૧.ર, રાજકોટમાં ૧૧.૮, કેશોદ ૧ર.ર, અમરેલીમાં ૧ર.૪, કંડલા એરપોર્ટમાં ૧૩.૩, કંડલા પોર્ટમાં ૧૩.૭, વલસાડમાં ૧૪.પ, સુરેન્દ્રનગરમાં ૧૪.૮, ડીસામાં ૧પ.ર, ગાંધીનગરમાં ૧૭.૦ અને અમદાવાદમાં લઘુતમ તાપમાન ૧૭.૧ ડિગ્રી નોંધાયું હતું. સોમવારે જાેરદાર ઠંડા પવનો ફુંકાતા સીઝનમાં પ્રથમવાર દિવસે પણ ઠંડીનો ચમકારો જાેવા મળ્યો હતો. જયારે વાદળો વિખેરાતા આવનાર દિવસોમાં હજુ પણ ઠંડીનો વધારો જાેવા મળશે. ઠંડીને પગલે લોકો ગરમ વસ્ત્રોમાં જાેવા મળ્યા હતા. જયારે વહેલી સવારે ધુમ્મસ જાેવા મળતા વીઝીબીલીટી ઘટતા વાહન ચાલકોને મુશ્કેલી પડે છે. ત્યારે વાતાવરણમાં અચાનક પલટો અને ઠંડીનો ચમકારો વધતા શરદી, ખાંસી, તાવ અને વાયરલ ઈન્ફેકશનના કેસ વધે તેવી શકયતા છે.
જયારે આવનાર દિવસોમાં ઠંડી વધવાની શકયતાને જાેતા વિશેષ તકેદારી રાખવાનું જાણકારો અને તબીબો જણાવી રહ્યા છે. જૂનાગઢ, જામનગર, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગિર સોમનાથ જીલ્લામાં ઠંડીની તિવ્ર અસર જાેવા મળી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!