જૂનાગઢ પોલીસ દ્વારા છેલ્લા ત્રણ માસમાં ર૪ હથિયારો જપ્ત કરી ૧૩ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી

જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગેરકાયદેસર હથિયારો ધરાવનારા સામે કડક કાર્યવાહી કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત હથિયારોની હેરાફેરી થતી હોવાની ચોંકાવનારી વિગતોને પગલે જૂનાગઢ રેન્જ આઈજી ડીઆઈજી મનીન્દરસિંહ પવાર, જૂનાગઢ જીલ્લા પોલીસવડા રવિ તેજા વાસમશેટીની સુચના અને માર્ગદર્શન હેઠળ શહેર જીલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જૂનાગઢ પોલીસવડા રવિ તેજા વાસમશેટીની સુચના અંતર્ગત જૂનાગઢ એલસીબી પોલીસ અને એસઓજી પોલીસ દ્વારા છેલ્લા ત્રણ માસમાં રીવોલ્વર, પિસ્તોલ, દેશી તમંચા અને કારતુસ સહિત મુદામાલ સાથે ર૩ શખ્સોને ઝડપી લઈ તેમના વિરૂધ્ધ કાનુની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજરોજ એક પત્રકાર પરિષદ યોજી જૂનાગઢ જીલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટી દ્વારા વિગત આપવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!