સોમનાથ સર્કલ પાસેથી ૬૩ વિદેશી દારૂની બોટલ સાથે રીક્ષા ચાલકને ઝડપી લેવાયો

પ્રભાસપાટણ પોલીસને મળેલ બાતમીના આધારે પીઆઈ જી.એમ.રાઠવાની સુચનાથી સોમનાથ સફારી સર્કલ પાસે પોલીસ સ્ટાફ વોચમાં રહેલ તે દરમ્યાન ઉના તરફથી આવતી રીક્ષા નં.જીજે ૧૧ ટીટી ૧૧૭૭ને રોકી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૬૩ કી. રૂા.૧૨ હજાર તથા રીક્ષા કિં. રૂા.૭૦ હજાર મળી કુલ મુદ્દામાલ રૂા.૮૨ હજાર સાથે ચાલક આરીફ આમદભાઈ ચૌહાણ રહે.પ્રભાસપાટણવાળાને ઝડપી લીધેલ હતો. જેની પુછપરછમાં આ દારૂનો જથ્થો પ્રભાસપાટણના જ સલમાન ઉર્ફે મેમણને આપવાનું જણાવતા તેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!