કેશોદનાં શેરગઢ ગામે સગીર યુવતીનાં મોતની ઘટનામાં ખુનનો ગુનો નોંધો

કેશોદ તાલુકાનાં શેરગઢ ગામે રહેતાં દેવુભાઈ કાળુભાઇ બાબરીયાની પુત્રી ઈસુબેન (ઉ.વ.૧૬) તારીખ ૨૧/૯/૨૦નાં રોજ ઝેરી પદાર્થ પીવાથી કેશોદ સરકારી દવાખાને અવસાન પામી હતી. મૃતક પુત્રીની અંતિમવિધિ પૂર્ણ કરી ઘરમાં સાફસફાઈ કરતાં મળેલાં મોબાઈલમાં મેસેજાે જાેતાં મૃતક યૂવતીને શેરગઢ ગામનાં યુવક રવિ ઉર્ફે રવિરાજ દેવકુભાઈ દ્વારા મેસેજાે કરીને મરી જવા પ્રેરીત કર્યા હોવાનું પ્રથમ દ્રષ્ટિએ ધ્યાનમાં આવતાં કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કેશોદ પોલીસે હકારાત્મક અભિગમ ન અપનાવતાં જૂનાગઢ જિલ્લા પોલીસ વડાને રૂબરૂમાં રજૂઆત કરવા છતાં બે માસ જેવો સમય વીતી જવા છતાં કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી અને ગુનેગારો ખુલ્લેઆમ ફરી રહ્યા છે. કેશોદના શેરગઢનાં પોતાની પુત્રીને ગુમાવનાર પિતા દેવુભાઈ બાબરીયાએ રેન્જ આઇજી જૂનાગઢ સમક્ષ લેખિતમાં તા. ૨૩/૧૦/૨૦ નાં રજૂઆત કરી હોવા છતાં કેશોદ પોલીસ સ્ટેશનમાં પુરાવાઓ ધ્યાને લઈને ગુનો દાખલ કરવામાં ન આવતાં જૂનાગઢ આઇજી કચેરી સામે પીડીત પરિવાર સહિતે પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ કરવાની ચીમકી આપી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!