દ્વારકામાં સરકારની લાખો કરોડો રૂપિયાની જમીનોમાં ભૂમાફીયાઓ દ્વારા દબાણો

0

કહેવાય છેકે સોનાની નગરી દ્વારકા નગરી કહેવાય છે. એમાય દ્વારકા યાત્રાધામ હોય છેલ્લા એક દાયકાથી દ્વારકામાં કરોડો રૂપિયાના વિકાસના કામો થયા છે. દિવસેને દિવસે યાત્રાધામ દ્વારકામાં યાત્રિકોનો ઘસારો વધતો જાય છે. ત્યારે સરકારની લાખો કરોડો રૂપિયાની કિંમતી જમીનો ઠેક ઠેકાણે ખુલ્લીઓ પડેલી છે. છેલ્લા થોડા સમયથી ભૂમાફિયાઓ જાણે મેદાનમાં ઉતર્યા હોય એમ ઠેક ઠેકાણે જયાં જ્યાં ખુલ્લી જગ્યાઓ દેખાય ત્યાં પ્રથમ ગેરકાયદેસર લાકડાની કેબીનો મુકી દબાણો કરે છે. તંત્ર ઘટના સ્થળે ફરકે નહી અથવા દબાણ હટાવવાની નોટીસો અથવા દબાણ હટાવવા ન આવે તો પાકા બાંધકામો કરી દબાણો કરી સરકારની લાખો કરોડોની જમીનમાં વહેંચી મારવાનો કારસો ભૂમાફિયાઓ ચલાવી રહ્યા છે. જાેવા જેવી હક્કીત એ છે કે જાણે ઉચ્ચ અધિકારીથી માંડી સ્થાનિક સમગ્ર તંત્રને જાણ હોવા છતા કુભ કર્ણની નિંદ્રામાં હોય એમ આંખ આડા કાન કરી રહ્યું છે.

દ્વારકાના મેઇન હાઇવે ઉપર ગેરકાયદેસર દબાણો છે ત્યાંથી જ સરકારી બાબુઓની ગાડીઓ પસાર થાય છે
દ્વારકાના નેશનલ હાઇવે કહેવાતો ઇસ્કોનગેટથી રૂપેણબંદર સુધીમાં રોડ ટચ બેફામ દબાણો દિવસેને દિવસે વધતા જતા હોય છે. ત્યાંથી જ સરકારી બાબુઓની ગાડીઓ પસાર થતી હોય છે. દ્વારકા ઇસ્કોન ગેટથી લઇ છેટ રૂપેણબંદર સુધીમાં સરકારની કરોડો રૂપિયાની જમીનોમાં દબાણો થઇ ગયેલ છે. તેમજ અન્ય ઠેકઠેકાણે ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટયો છે ત્યારે તંત્ર દ્વારા દબાણ હટાવવા ઝુંબેશ હાથ ધરવામાં આવશે કે નહી કે પછી સોનાની નગરી દ્વારકામાં ભૂમાફીયાઓ દ્વારા દબાણો વધારતા રહેશે તે આવનારા સમયમાં ખબર પડશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!