ગીર-સોમનાથ જીલ્લાના ગીરગઢડા તાબાના જશાધાર રેન્જમાંથી વન વિભાગે આંધળી સાંકળની સાથે બે શખ્સોને ઝડપી લીધેલ હતા. આ બંન્ને આરોપીઓએ જામીન મેળવવા સેસન્સ કોર્ટમાં અરજી કરેલ જેમાં સરકારી વકીલની દલીલોના આધારે જામીન અરજી ના મંજૂર કરતો હુકમ કરવામાં આવેલ છે.
આ અંગે સરકારી વકીલ કેતનસિંહ વાળાએ જણાવેલ કે, જશાધાર રેન્જમાંથી વન વિભાગના આર.એફ.ઓ. જે.જી. પંડયા સહીતના સ્ટાફે આંધળી સાંકળ (બે મોઢા વાળા સાપ) નંગ ૩ કીં. રૂા.૭પ લાખની સાથે જગદીશ મનુભાઇ વાડોદરીયા તથા મનસુખ દેવસીભાઇ સુવાગીયા રહે.ઇટવાયા, તા.ગીરગઢડાવાળાને ઝડપી લીધેલ હતા. આ બંન્ને શખ્સો સામે ફોરેસ્ટ વિભાગે વન્ય પ્રાણી સંરક્ષણ ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુન્હો નોંધી બન્ને આરોપીની રીમાન્ડ મેળવતા વધુ છ શખ્સોના નામો ખુલવા પામેલ હતા.
ઉપરોકત બંન્ને ઝડપાયેલા જગદીશ તથા મનસુખની રીમાન્ડ પૂર્ણ થતા પ્રથમ ગીરગઢડા કોર્ટમાં રજૂ કરેલ જયાં તેની જામીન અરજી ના મંજૂર થતા સેસન્સ કોર્ટ -કોડીનારમાં જજ સંજયકુમાર લવજીભાઇ ઠક્કર સમક્ષ જામીન અરજી રજુ થયેલ હતી. જે અંગે દલીલો થયેલ જેમાં સરકારી વકીલ કેતનસિંહ વાળા દ્વારા આર્થીક ઉપાજનની લાલચમાં ફસાઇને ગીર અભિયારણની આસપાસ વસતા લોકો પશુ પક્ષીઓની તસ્કરી કરી અંધશ્રધ્ધાથી પ્રેરાઇને તાંત્રીક હેતુઓ માટે વેચતા હોવાની દલીલો કરી હતી. જેને ધ્યાને લઇ જજશ્રી દ્વારા બંન્ને શખ્સોની જામીન અરજી ના મંજૂર કરતો હુકમ કરતા જણાવેલ કે, આવા કિસ્સામાં અતિ કઠોર અભિગમ અપનાવી આવા ગુના ઉગતા ડામી દેવામાં આવે તો ગીરની કુદરતી સંપદા અને પ્રાણીઓનું રક્ષણ થઇ શકે તેવું અદાલતનું માનવું હોવાનું હુકમમાં જણાવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews