કેશોદનાં અજાબ ગામે ક્રિકેટ ઉપર સટ્ટો રમતો એક શખ્સ ઝડપાયો, ચાર ફરાર

કેશોદનાં અજાબ ગામે પોલીસે રેઈડ કરીને ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમી રહેલા એક શખ્સને ઝડપી લીધેલ જયારે ચાર શખ્સ નાસી ગયા હતાં. પીએસઆઈ આર.એમ.વસાવા અને સ્ટાફે અજાબ ગામે રેઈડ કરીને અજાબનાં ભરતભાઈ લાલજીભાઈ ગોરીયાને ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા ઝડપી લઈ મોબાઈલ સહિત કુલ રૂા.પ હજારનો મુદામાલ કબજે કર્યો હતો. જયારે રેઈડ દરમ્યાન રાજકોટનો જીગો કોળી, કેશોદનો ભાવિનભાઈ પંકજભાઈ વ્યાસ, બાપુ અને અજાબનો પ્રફુલ મોકરીયા હાજર મળી આવ્યા ન હતાં. આ તમામ વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!