માંગરોળ અને ચોરવાડ પંથકમાં બે માર્ગ અકસ્માત, બેનાં મોત

માંગરોળ અને ચોરવાડ પંથકમાં બે અકસ્માતની ઘટનામાં બેના મોત નિપજયાં હતાં. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ માંગરોળથી કોટડા ફાટક જતા રસ્તા ઉપર બાઈક સ્લીપ થઈ જતાં બાઈક ચાલક ફફાભાઈ સોનારીયાભાઈ સસ્તેને માથાના ભાગે ઈજા થવાથી તેમનું મોત નિપજયું હતું. જયારે બાઈક પાછળ બેસેલ તેમનાં પત્ની બસંતીબેનને ગંભીર ઈજા પહોંચી હતી. જયારે ચોરવાડનાં ઝડકા ગામ નજીક સ્કોર્પીયોકાર નં.જીજે-૧૧-બીએચ-૧૧૧નાં ચાલકે જીપ્સી નં.જીજે-૧૦-એફ- ૧૪ર૯ની સાથે અકસ્માત સર્જતા ગડુનાં સલીમભાઈ ગફારભાઈ બાબીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયેલ જયાં તેમનું મોત નિપજયું હતું. આ બનાવમાં પોલીસે મૃતકનાં પત્ની મોમીનબેનની ફરીયાદ આધારે સ્કોર્પીયોકારનાં ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!