માણાવદરના એક પરિવારે ત્રણ દિકરીના લગ્નનું કરજ ઉતારવાના પ્રયાસમાં વ્યાજખોરોની ચુંગાલમાં મકાન ગુમાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ માણાવદરના બહારપરા વિસ્તારમાં રહેતા જેન્તીભાઈ સોમાભાઈ મણવર (ઉ.વ. પર) એ બાંટવાના વિપુલ ભીમા વાળા અને માણાવદરના ભરત જાડેજા મેર સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, જેન્તીભાઈ સોમાભાઈ મણવરે તેમની ત્રણ દિકરીના લગ્ન માટે સગા સંબંધી પાસેથી લીધેલા ઉછીના રૂપિયા ચૂકવવા ભરત મેર પાસેથી નાણાં વ્યાજે લીધા હતા. શરૂઆતમાં ભરત મેરે રૂા. પ૦ હજાર આપીને જેન્તીભાઈના પિતાના નામનું મકાન ગીરવે મુકયું હતું. એ સમયે મકાનની ફાઈલ લઈને રૂા. ૪ લાખના કાગળોમાં સહી કરાવી લીધી હતી. ત્યારબાદ બીજા રૂા. પ૦ હજાર આપીને દર મહિને એક લાખ રૂપિયાનું રૂા. ૭ હજાર વ્યાજ વસુલ કરતા હતા. એક વર્ષ સુધીમાં રૂા.૧ લાખ ૩૦ હજાર ચૂકવી દીધા બાદ મકાનના કાગળો પરત માંગતા જણાવા મળ્યું હતું કે, તે મકાન વિપુલ વાળાના નામે કરી નાંખ્યું છે.
હવે મકાન પરત આપવા માટે ભરત મેરે વધુ રૂા.૧.૭પ લાખની માંગણી કરતા હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews