માંગરોળ તાલુકા સર્વોદય સેવા સમીતીનાં મંત્રી નિલેશભાઈ મહેતાએ જણાવેલ છે કે માંગરોળ તાલુકા સર્વોદય સેવા સમીતી સર્વોદય યોજના અને દાતાઓનાં આર્થિક સહાય, કોરોના મહામારી સમયે તૃતીય વૃધ્ધજન-જરૂરીયાતમંદ લોકોને મદદરૂપ થવા સાધન સહાય વિતરણ કાર્યક્રમનું આયોજન તા. રપ-૧ર-ર૦ને શુક્રવારનાં રોજ શીલ મુકામે શીલ ગ્રામ પંચાયત કચેરી ખાતે સવારે ૯.૩૦ કલાકે કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ કેશોદ-માંગરોળ વિસ્તારના ધારાસભ્ય દેવાભાઈ માલમનાં પ્રમુખ સ્થાને રાખેલ છે. આ તકે પૂર્વ ધારાસભ્યો ચંદ્રીકાબેન ચુડાસમા, ભગવાનજીભાઈ કરગટીયા, સેજાભાઈ કરમટા, લખમણભાઈ ભરડા, મહમદ હુસેન ઝાલા, ખીમભાઈ પરમાર, વાલભાઈ ખેર, રાજાભાઈ ભરડા વગેરે આગેવાનો પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. ૧૦ મહીનામાં તાલુકાનાં કુલ રર ગામોમાં રૂા. ૭ લાખનું આર્થિક આયોજન દ્વારા વિતરણ કરવમાં આવશે તેમ સંસ્થાનાં પ્રમુખ શરદભાઈ મહેતાએ જણાવ્યું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews