માંગરોળના લોએજ ગામે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રસ્તાનું કામ શરૂ કરાયું

ગુજરાતની વર્તમાન સરકાર દ્વારા રાજ્યમાં વિવિધ વિકાસ કામો દ્વારા લોકોને સુવિધાઓ આપવામાં અગ્રેસર રહી છે જેમાં જે તે મત વિસ્તારના ધારાસભ્ય પોતાની ગ્રાન્ટમાંથી ગામડામાં વિકાસલક્ષી કાર્યો કરી રહ્યા છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લોએજ ગામે યુવા સરપંચના પ્રયાસોથી કેશોદના ધારાસભ્ય દેવા માલમની ગ્રાન્ટમાંથી વાડી વિસ્તારના સીમેન્ટ રોડનું કામ ધારાસભ્ય દેવા માલમના હસ્તે ચાલુ કરાયું હતું. આ વિકાસશીલ કાર્યમાં આગેવાન વિઠ્ઠલભાઈ ડોબરીયા, યુવા સરપંચ રવિ નંદાણીયા, જૂનાગઢ જિલ્લાના ભાજપ મંત્રી અને ગામના મહિલા આગેવાન ધાનીબેન નંદાણીયા , માંગરોળ તાલુકા માર્કેટીંગ યાર્ડના ડાયરેક્ટર અને લોએજ ગ્રામ પંચાયતના સદસ્ય રાજેશ છેલાણા, માંગરોળ તા.પં.ના પૂર્વ પ્રમુખ ગોવાભાઇ ચાંડેરા, ઉપસરપંચ રામભાઈ ચાંડેરા, રણજીતભાઈ વાઢેર તેમજ લોએજ ગામના આગેવાનોએ હાજરી આપી હતી.ગામમાં યુવા સરપંચના પ્રયાસોથી થતા વિકાસ કાર્યોથી સુવિધાઓ વધતા ગામલોકોમાં ખુશીની લહેર જાેવા મળી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!