કેશોદના જલારામ મંદિરે દર મહીનાના બીજા અને ચોથા રવિવારે નેત્ર નિદાન કેમ્પનું દાતાઓના સહયોગથી આયોજન કરાતું હતું પરંતું લોક ડાઉન બાદ કેમ્પનું આયોજન બંધ કરાયું હતું. કેમ્પ બંધ રહેતા આર્થિક નબળા અનેક પરિવારોની જરૂરીયાત અને મુશ્કેલીઓને ધ્યાને લઈને ફરી કેમ્પની શરૂઆત કરાઈ હોય હવેથી દર મહિનાના પહેલા અને ત્રીજા રવિવારે નેત્ર નિદાન કેમ્પ યોજાશે. અત્રે યોજાયેલ નેત્ર નિદાન કેમ્પમાં રણછોડદાસજી સેવા ટ્રસ્ટના ડોક્ટરોએ સેવા આપી હતી જેમાં ૨૩૬થી વધુ દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી. જરૂયાતમંદ ૮૯ જેટલા દર્દીઓને આંખોના મોતીયાના ઓપરેશન માટે રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ ખાતે મોકલવામાં આવેલ હતા જ્યાં દર્દીઓને લઈ જઈ વિનામુલ્યે મોતીયાના ઓપરેશન કર્યા બાદ કેશોદ પરત પહોંચાડવાની વ્યવસ્થા પણ રણછોડદાસજી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. નેત્ર નિદાન કેમ્પમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરાયું હતું.
કેશોદ જલારામ મંદિર સેવા સમિતિ દ્વારા આજના કેમ્પના ભોજનના દાતા કાનજીભાઈ પરસોત્તમભાઈ ચુડાસમા પરિવાર તરફથી દીપ પ્રાગટય સાથે ર૩૬માં નેત્ર નિદાન કેમ્પને ખુલ્લો મુકાયો હતો. અત્યાર સુધી યોજાયેલા કેમ્પમાં માં કુલ ૧૬૪૬૯ દર્દીઓના સફળ ઓપરેશન કરાયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews