માંગરોળનાં ખોડાદા ગામે મતદાર યાદી સુધારણા અંતર્ગત ૧૦૦ ટકા કામગીરી

0

ગુજરાત રાજ્ય સરકાર ચુંટણી પંચ આયોગ વિભાગ માધ્યમથી મતદાર યાદી સુધારણા ૨૦૨૧ કાર્યક્રમ અંતર્ગત ખાસ ઝુંબેશ અભિયાન હાથ ધરાયું છે. ૧૮ વર્ષના યુવક, યુવતિઓને ભારત દેશનાં લોકશાહી શાસનમાં મતદાનનો અધિકાર મળે તે માટે ગુજરાત સરકારની તમામ ગામ પંચાયત, નગર પંચાયતના પ્રાથમિક શાળાના શિક્ષકો, બુથ લેવલ ઓફિસરને તંત્ર દ્વારા કામગીરી સોંપેલ છે. હજુ ૨૯-૧૨-૨૦૨૦,તા ૬-૧૨-૨૦૨૦ અને ૧૩-૧૨-૨૦૨૦ રવિવારના દિવસો દરમ્યાન આ ઝુંબેશ ચાલુ રહેશે. .ખોડાદા ગામ પંચાયતના મહિલા આગેવાન અને લક્ષ્મણ આતા આદિજાતી ટ્રસ્ટ કન્યા છાત્રાલયના પ્રમુખ તેમજ આ વિસ્તારના મહિલા સશકિતકરણનાં પ્રણેતા મનિષાબહેન પાલાભાઈ અને તેના પરિવારે ખોડાદા ગામમાં ઘેર-ઘેર જઈ ૧૮વર્ષના નાગરિકોનો સંપર્ક કરી, બુથ સુધી લઇ આવી તમામને મતાધિકાર મળે તે અરજી નોંધણી કરવામાં આવેલ છે. આ અંગની ૧૦૦ ટકા કામગીરી બદલ ખોડાદા ગામના આગેવાનો વતી બુથ લેવલ ઓફિસર અને ખોડાદાના આચાર્ય પરમાર હરેશભાઈ, તથા યુવાન-યુવતિ દ્વારા મનિષાબહેન પાલાભાઈને અભિનંદન પાઠવવા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે રબારીસમાજ આગેવાનો ગળચર કરશનભાઇ, ગળચર બાલુભાઈ, દરબાર સમાજનાં આગેવાન ચુડાસમા વિક્રમબાપુ, ચુડાસમા લખુબાપુ, દલિત સમાજના આગેવાન અને ઉપસરપંચ મકવાણા પ્રવિણભાઈ અમરભાઈ, ગ્રામ પંચાયત સદસ્યો ગળચર હમીરભાઈ લાખાભાઇ, ગળચર રાજીબેન,મલાઈબેન, જેતીબેન, કવીબેન તથા ગામના યુવાનોએ હાજરી આપી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews