જૂનાગઢનાં ખલીલપુર રોડ ઉપર આવેલ દુકાનમાંથી દારૂની ૬૩ બોટલ સાથે બે શખ્સને ઝડપી લેવાયા

જૂનાગઢનાં ખલીલપુર રોડ ઉપર આવેલ એક દુકાનમાં દારૂ છુપાવાયો હોવાની બાતમીનાં આધારે પોલીસે રેઈડ કરી બે શખ્સોને ઝડપી લીધા હતાં. જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર અને પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટીની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક પી.જી.જાડેજાનાં માર્ગદર્શન હેઠળ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનનાં ડિવાયએસપી મીહીરકુમાર બારૈયાની સૂચનાથી પીએસઆઈ એ.કે.પરમાર, ગુના નિવારણ સ્કવોર્ડનાં પો.કો. પરેશભાઈ હુણ, રઘુવીરભાઈ વાળા, મુકેશ મકવાણા, કલ્પેશ ચાવડા અને પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ, અજયસિંહ ચુડાસમાએ જૂનાગઢનાં ખલીલપુર રોડ ઉપર શિવમ આર્કેડમાં આવેલ દુકાનમાં રેઈડ કરી રૂા.રપ,ર૦૦ની કિંમતની વિદેશી દારૂની ૬૩ બોટલો કબજે કરી જશ્મીન રસીકભાઈ રામાણી અને હિતેષ આશાનંદ મુલચંદાણીની અટક કરી બંને વિરૂધ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!