ગાંજાની હેરાફેરી કરતાં શખ્સને જૂનાગઢ એસઓજી પોલીસે ઝડપી લીધો

0

ગાંજા જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરનારા શખ્સને એસઓજી પોલીસે ઝડપી લઈ તેના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વંથલી તાલુકાનાં કણજડી ગામનો શખ્સ સુરતથી ગાંજાે મંગાવી છુટક વેંચતો હોવાની બાતમીના આધારે એસઓજીએ તેને ઝડપી લીધો હતો. અને તેની પાસેથી ૧.૦૯૦ કિલો કિંમત રૂા.૧૦,૯૦૦નો ગાંજાે મળી કુલ રૂા. ૩૧,૯૬૦નો મુદામાલ કબજે કર્યો હતો. બનાવની મળતી વિગત મુજબ એસઓજીની ટીમ પેટ્રોલીગમાં હતી. તે દરમ્યાન બાતમી મળી કે, વંથલી તાલુકાનાં કણજડી ગામથી કણજા ગામ તરફ જતા રસ્તા ઉપર એક શખ્સ મોટરસાયકલ ઉપર પસાર થઈ રહયો છે અને તેની પાસે ગાંજાે છે એવી બાતમીના આધારે એસઓજીની ટીમે વોચ ગોઠવી હતી. અહીંથી પસાર થતા તેને અટકાવી તલાસી લેતા તેની પાસેથી ૧.૦૯૦ કિલોગ્રામ ગાંજાે મળી આવ્યો હતો અને પોતાનું નામ વિજયનાથ ઉર્ફે વિજલો મનસુખનાથ ગોસાઈ હોવાનું કહયું હતું. તેમજ આ ગાંજાે સુરતથી મંગાવી છુટક વેંચાણ કરવાનો હતો. પોલીસે ગાંજાે, મોબાઈલ મળી કુલ રૂપિયા ૩૧,૯૬૦નો મુદામાલ કબજે કર્યો હતો.
આ કામગીરીમાં એસઓજીના પીઆઈ એચ.આઈ.ભાટી તથા પીએસઆઈ જે.એમ.વાળા, એમ.જે. કોડીયાતર તથા એએસઆઈ એમ.વી. કુવાડીયા, પી.એમ.ભારાઈ તથા પો.હે.કો. સામતભાઈ બારીયા, દિપકભાઈ જાની, મજીદખાન હુશેનખાન, ભરતસિંઘ સિંધવ, રવિકુમાર ખેર, બાબુભાઈ નાથાભાઈ તથા પો.કો. અનિરૂધ્ધસિંહ ચાંપરાજભાઈ, મહેન્દ્રભાઈ દાનાભાઈ, ધર્મેશભાઈ વાઢેર, શૈલેન્દ્રસિંહ સિસોદીયા, રવીરાજ વાળા, જયેશભાઈ બકોત્રા વિગેરે કામગીરીમાં જાેડાયેલ હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!