જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં છેલ્લા દસ દિવસ થયાં કાતિલ ઠંડીનો દોર ચાલી રહયો હતો. તે દરમ્યાન ગઈકાલથી ઠંડીનો ઘટાડો નોંધાયો છે જેને લઈને જનજીવનમાં રાહત પહોંચી છે. જૂનાગઢ શહેરમાં એકજ દિવસમાં લઘુત્તમ તાપમાનનો પારો ર.૯ ડિગ્રી ઉંચકાઈ ૧૩.૪ ડિગ્રીએ પહોંચી જતા ઠંડીમાં રાહત અનુભવાઈ છે. દરમ્યાન હજુ પણ બે દિવસ વાતાવરણ સ્થિર રહેશે બાદમાં ઠંડીનો ચમકારો જાેવા મળશે. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢ શહેરમાં શુક્ર અને શનિ એમ બે દિવસ આકરી ઠંડી પડી હતી. લઘુત્તમ તાપમાન શુક્રવારે ૧૦.૩ ડિગ્રી અને શનિવારે ૧૦.પ ડિગ્રી રહયું હતું. જયારે રવિવારે લઘુત્તમ તાપમાનનો પારો ર.૯ ડિગ્રી ઉંચકાઈને ૧૩.૪ ડિગ્રીએ પહોંચી જતા આકરી ઠંડીમાં આંશિક રાહત મળી હતી. દરમ્યાન રવિવારે મહત્તમ તાપમાન ૩૦.પ ડિગ્રી રહયું હતું. ભેજનું પ્રમાણ સવારે ૭પ ટકા અને બપોર બાદ
૩૩ ટકા અને પવનની ઝડપ ર.૬ કિમી પ્રતિ કલાકની રહી હતી. આકાશમાં વાદળા છવાતા ઠંડીમાં ઘટાડો થયો છે. જાેકે, ફરી વાદળો વિખરાયા બાદ ઠંડીમાં વધારો થવાની શકયતા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews