વેરાવળમાં જુગાર રમતા ૪ જુગારીઓ ઝડપાયા

0

વેરાવળમાં જાહેરમાં જુગારની રમતા ચાર લોકોને પોલીસે ઝડપી પાડતા જુગારીઓમાં ફફડાટની લાગણી પ્રસરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર વેરાવળ સીટી પીઆઇ ડી.ડી. પરમારની સુચનાથી સ્ટાફને મળેલ બાતમીના આધારે નાના કોળીવાડા વિસ્તારની વાજાશેરીમાં જાહેરમાં જુગાર રમતા હરિ ભાણાભાઈ બારેયા, ધનજી નારણભાઈ બારેયા, ભારત સામતભાઈ ગઢીયા, બાબુ રામજીભાઈ મલામડીને રોકડ રૂા.૧૧,૦૬૦ સાથે ઝડપી તમામ સામે જુગારધારા ૧૨ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!