વેરાવળ : જમીનના કોર્ટમાં ચાલી રહેલ દાવાના મનદુઃખમાં માર મારી ધમકી આપી

0

વેરાવળ તાલુકાના ચમોડા ગામે રહેતા અને તાંતીવેલા ગામે કુંટુંબીજનોની સંયુકત ખેતીની જમીન ધરાવતા હનીફભાઇ ઇસ્માઇલભાઇ ચૌહાણની સગીરવયની પુત્રી અફસાનાનો જમીનમાંથી હકક કમી કરાવવા સંમતિ ડીકલેરેશન બનાવી જમીનનું દસ્તાવેજ કરી નાંખેલ હોય જે બાબતે વેરાવળની કોર્ટમાં દાવો ચાલી રહેલ હોવા અંગે છાપામાં જાહેરાત આપેલ હતી. જેનું મનદુઃખ રાખી પ્રવિણ જીવરાજ પજવાણી રહે.વેરાવળવાળો તેના માણસો સાથે હનીફભાઇને વાડીએ આવી કોર્ટમાં કરેલ કેસ પાછો ખેંચી લેવા બાબતે હનીફભાઇ અને તેના પરીવારજનોને ધમકી આપી ભુંડી ગાળો કાઢી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપેલ હતી. જે અંગે હનીફભાઇએ ફરીયાદ નોંધાવતા પોલીસે પ્રવિણ પજવાણી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!