જૂનાગઢ તાલુકાનાં વડાલ ગામ નજીક રોડ ઉપરથી અલ્ટ્રો કારમાંથી ૧૩ર બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચનાં પોલીસ કોન્સ્ટેેબલ ડાયાભાઈ કાનાભાઈ અને સ્ટાફે ગઈકાલે વડાલ ગામ નજીક રોડ ઉપરથી એક અલ્ટ્રોકાર જીજે-૧૮-એસી- ૧૭૧૯વાળીમાંથી ઈંગ્લીશ દારૂ બોટલ નંગ ૧૩ર, અલ્ટ્રોકાર તેમજ મોબાઈલ ફોન વગેરે મળી ૧૧૭૦પ૦નો મુદામાલ જપ્ત કરેલ છે. આ બનાવમાં જયદીપ જીકાભાઈ ચૌહાણ, શીતલબેન જયદીપભાઈ અને રમાબેન જીવનભાઈ વગેરે સામે દારૂની હેરાફેરી કરવા અંગે ગુનો દાખલ કરવામાં આવેલ છે. અને રોહીતભાઈ મગનભાઈ ડાભીએ દારૂનો આ જથ્થો મંગાવેલ હોવાનું બહાર આવેલ છે. પોલીસે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!