વેરાવળમાં રવીવારે મોડીરાત્રીના પેટ્રોલીંગ દરમ્યાન પોલીસે પકડેલ પીધેલા શખ્સને છોડાવવા માટે તુરક સમાજના પટેલે રોફ જમાવવા પોલીસ સ્ટેશને ઘસી આવી ધમાલ કરી હાજર પોલીસ કર્મચારીનો કાંઠલો પકડી જપાજપી કરીને પછાડી દઇ ધમકી આપી નાસી છુટેલ હતો. જાે કે, સામાજીક આગેવાનના હિચકારા કૃત્ય સામે પોલીસે પણ લાલ આંખ કરી ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી નાસી છુટેલ સામાજીક આગેવાનને ઝડપી લઇ જેલના સળીયા પાછળ ધકેલવા ચક્રો ગતિમાન કર્યા છે.
ટોક ઓફ ધ ટાઉન બનેલી ઘટનાની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર વેરાવળની અજમેરી કોલોની પાસેથી રવીવાર રાત્રીના રિયાકત ઇબ્રાહમ તાજવાણીને નશો કરેલી હાલતમાં પકડી લઇ ભાલકા પોલીસ ચોકીએ કાર્યવાહી અર્થે લઇ આવવામાં આવેલ હતો. પોલીસ કોન્સ્ટેબલ સરતાજ સાંધ, કરણસિંહ ચૌહાણ સહિતનો સ્ટાફ કાર્યવાહી કરી રહેલ હતો. ત્યારે તુરક સમાજના પટેલ જાવીદ તાજવાણી પોલીસ સ્ટેશનમાં ઘસી આવી કહેલ કે, તમે ખોટી રીતે અમારા કુંટુંબના છોકરાને લઇ આવેલ છો તેની સામે ફરીયાદ ન નોંધતા અને મારી સાથે જવા દો જેની સામે પોલીસ કોન્સ્ટેબલે કાયદેસરની કાર્યવાહી થયા બાદ જામીન ઉપર મુકત કરી શકાય તેવું જણાવતા ઉશ્કેરાયેલા પટેલ જાવીદ તાજવાણીએ હું મુસ્લીમ સમાજનો પ્રમુખ છું અને તમો મારૂ અપમાન કરો છો તેમ કહી બોલાચાલી કરી ધમકી આપી રહેલ જે ન આપવા જણાવેલ તેમ છતાં ધમકી આપવાનું ચાલુ રાખી હવે તમો મારી સોસાયટી વિસ્તારમાં કેમ આવો છો તેમ કહી હાજર કોન્સ્ટેબલ સરતાજ સાંધનો કાંઠલો પકડી જપાજપી કરી પછાડી દઇ પોલીસ સ્ટેશનમાંથી નાસી છુટેલ હતો. જેથી ઉપરોકત વિગતો સાથે કોન્સ્ટેબલ સરતાજ સાંધે તુરક સમાજના પટેલ જાવિદ તાજવાણી સામે ફરીયાદ આપતા પોલીસે ફરજ રૂકાવટની આઇપીસી ૧૮૬, ૩૩૨ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી નાસી છુટેલા આગેવાનને પકડવા તપાસ હાથ ધરી છે.
અત્રે નોંધનીય છે કે, વેરાવળ-સોમનાથમાં બની બેઠેલા આગેવાનો છાશવારે પોતાના હોદાનો દુરરૂપયોગ કરી સીન સપાટા નાંખી સામાન્ય-કર્મચારીઓ અને લોકોનું મોરલ તોડવાની હિન્નકક્ષાની પ્રવૃતિઓ કરવાથી પંકાયેલા છે અને જયારે તંત્ર કડક કાર્યવાહી કરવાનું ઇચ્છે તો ઉપરથી રાજકીય દબાણ લાવી બચી જતા આવ્યા છે. દરમ્યાન આ ઘટનામાં પોલીસ સ્ટાફનું મોરલ ડાઉન કરવાની ઘટનામાં પોલીસ તંત્રે લાલ આંખ કરી કોઇની શેહશરમ વગર કડક કાર્યવાહી કરી એક પ્રકારે હોદાની રૂએે સીન સપાટા કરતા બની બેઠલા આગેવાનોને સ્પષ્ટ સંદેશો આપ્યો હોવાનું લોકોમાં ચર્ચાય રહેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews