ચેક રિટર્નમાં ધોરાજી કોર્ટે સજા ફરમાવી જેની અપીલ માત્ર બે દિવસમાં પૂર્ણ થઇ અને આરોપી નિર્દોષ છુટી ગયો

0

ધોરાજીના જુડીશીયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ પી.બી. મોદીએ ફોજદારી કેસ નંબર ૫૨૫ /૨૦૧૬માં આરોપી વિજયકુમાર બાબુલાલ ભાયાણીને ફરિયાદી શ્રી કેશવ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડની ફરિયાદ ઉપરથી સજા ફરમાવી હતી. આ સજા બાદ આરોપી જેલમાં ગયેલા અને તેમણે ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ રૂબરૂ તારીખ ૧૭-૧૨-૨૦૨૦ના રોજ સદર ચેક રિટર્નના કેસ સામે અપીલ દાખલ કરેલી હતી. આ અપીલ માત્ર બે દિવસમાં ચાલી ગઈ અને નીચેની કોર્ટનો ચુકાદો ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ હેમંતકુમાર અરવિંદભાઈ દવેએ રદ કરી અને આરોપીએ કોઈ રકમ અદાલતમાં જમા કરાવેલી હોય તો તે પણ પરત આપી દેવાનો હૂકમ ફરમાવેલ છે. શ્રી કેશવ ક્રેડિટ કો. ઓપરેટિવ સોસાયટીના મેનેજર તરફથી એવી ફરિયાદ કરવામાં આવેલી હતી કે આરોપી વિજયકુમાર ભાયાણી અને જરૂરિયાત કરતાં રૂપિયા ૨૦ હજારની લોન આપેલી હતી અને આ લોન ઉપર તેમણે કોઈ રકમ ન ભરતા વ્યાજ સહિત ઉઘરાણી કરતા વિજય કુમાર ભાયાણીએ રૂપિયા ૨૩૨૧૨/- રૂપિયાનો ચેક આપેલો હતો. આ ચેક તારીખ ૧૬-૫-૨૦૧૬ના રોજ વગર વસુલાતે પરત ફરતાં તેમણે ફરિયાદ કરેલી હતી. આ ફરિયાદમાં ધોરાજીના એડિશનલ જયુ.મેજીસ્ટ્રેટ પી.ડી. મોદીએ આરોપીને રૂપિયા ૪૬૪૨૪ દંડ ફટકારેલ અને એ રકમમાંથી રૂપિયા ૩૦૯૩૯/- ફરિયાદી શ્રી કેશવ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીને આપવાના અને આરોપીને ૩ મહિનાની સજા પણ ફરમાવેલી હતી. જે અન્વયે આરોપી તરફથી એડવોકેટ શૈલેષ વી. ગણાત્રા, એડવોકેટ આર.એલ. ચાવડા, એડવોકેટ યુવરાજસિંહ જાડેજા અને એડવોકેટ ધવલ મારફતે ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સમક્ષ અપીલ કરવામાં આવેલી હતી કે ફરિયાદી મંડળીના વ્યવહારો ગેરકાયદેસરના છે. તેમણે પોતાની સિવિલ અને રિકવરી ઝડપથી કરવા માટે ક્રિમિનલમાં કન્વર્ટ કરેલી છે. મંડળીએ કરેલા ઠરાવ પણ ખોટા છે અને આ ઠરાવને ચેકની રકમ અને ફરીયાદીની જુબાની સાથે કોઈ સમર્થન નથી. સહકારી મંડળી તરફથી ખોટી રીતે ચેક નાખવામાં આવેલા છે. આ બાબતે ખુલાસો કરવાની ફરિયાદી મંડળીને તક આપવામાં આવેલ પરંતુ તેઓ સંતોષકારક ખુલાસો કરી શકે નહીં. ફરિયાદીની નામદાર નીચેની અદાલતની ઉલટ તપાસમાં કાયદાકીય મુદ્દાઓ પણ પૂછવામાં આવેલા હતા. સોસાયટીના શેરહોલ્ડર તે સોસાયટીના માલિક ગણાય અને તેમની સામે મેનેજર એટલે કે તે સોસાયટીના એજન્ટ ગણાય તે ફરિયાદ કરી શકે નહીં. ફરિયાદ કરે તો તે ટકે નહીં. આ તમામ કાયદેસરની પ્રક્રિયા કર્યા સિવાય લોન આપતી વખતે કોરા ચેકમાં સહી કરાવી લીધેલી હતી તેનો દુરૂપયોગ કરેલો છે. આ તમામ હકીકતની દલીલોને ગ્રાહ્ય રાખી અને ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ હેમંતકુમાર અરવિંદભાઈ દવેએ આરોપીને નિર્દોષ ઠરાવીને છોડી મુકેલા છે અને આરોપીએ દંડ પેટે કોઈ રકમ ભરપાઈ કરેલી હોય તો તે તાત્કાલિક આરોપીને પરત ચૂકવી આપવાનો હુકમ ફરમાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!