નવા વાયરસનેે પગલે બ્રિટનથી અમદાવાદ આવતા તમામ યાત્રીકોને કોરોના ટેસ્ટ ફરજિયાત

કોરોના મહામારીના રાજ્યમાં ફરી એકવાર કેસોમાં ઘટાડો જાેવા મળી રહ્યો હોઈ તંત્ર થોડીક રાહત અનુભવી રહેલ છે. ત્યારે યુ.કે.થી આવનારા યાત્રીઓને લઈ હવે ફરી ચિંતામાં વધારો થવા પામ્યો છે. યુ.કે.માં કોરોનાના વધતા કેસો વચ્ચે કોરોના વાયરસનું નવું વેરિયન્ટ (મ્યુટેશન ઈફેક્ટ) બહાર આવ્યું હોઈ તેને લઈને સરકાર તરફથી યુ.કે.થી આવતી તમામ ફલાઈટના મુસાફરો માટે કોરોના ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે એટલું જ નહીં યુ.કે.ના મુસાફરને નેગેટિવ રિપોર્ટમાં પણ કવોરોન્ટાઈન થવું પડશે. કોરોનાનું સ્વરૂપ વિશ્વમાં ઘાતક બની રહ્યું છે. સંક્રમણને પગલે જીવ ગુમાવનાર લોકોનો આંકડો હવે ૧૭ લાખને પાર થઈ ગયો છે. હાલ સમગ્ર દુનિયામાં દરરોજ ૧૦થી ૧૨ હજાર લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. છેલ્લા ૭ દિવસમાં ૭૨ હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે. આ પૈકી સૌથી વધારે મૃત્યુ અમેરિકા, મેક્સિકો, બ્રાઝીલ, રશિયા, UK, ઈટાલી જેવા દેશોમાં થઈ રહ્યા છે. તેમજ બ્રિટનમાં વેક્સિનેશન શરૂ થયું હોવા છતાં વાઈરસમાં મ્યુટેશન (કોરોના વાઈરસનું નવું વેરિયેન્ટ)ની વાત પ્રકાશમાં આવી છે. અહીં સરકારે કડક પ્રતિબંધો પણ લાગુ કરી દીધા છે. જેને પગલે ભારતે UKથી આવનારી ફલાઈટ્‌સ ઉપર ૨૨થી ૩૧ ડિસેમ્બર સુધી પ્રતિબંધ લગાવી દીધો છે.UKમાં વાઈરસ વધુ ઘાતક બનવાની ભીતિને પગલે અમદાવાદ એરપોર્ટ ઉપર UKની ફ્લાઈટમાં આવતા કે UK થઈને આવતી ફ્લાઈટમાં આવતા તમામ મુસાફરો માટે એક મહત્ત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. આ મુસાફરોએ ફરજીયાત RT-PCR ટેસ્ટ કરાવવો પડશે. ટેસ્ટ પોઝિટિવ આવે તો ક્વોરન્ટીન થવું પડશે માત્ર એટલું જ નહીં, ટેસ્ટ નેગેટિવ આવે તો પણ ૭ દિવસ ક્વોરન્ટીન થવું પડશે. દેશમાં ૨૨ ડિસેમ્બરના રાતના ૧૨ વાગ્યા સુધીમાં આવનારી UKની ફ્લાઈટના તમામ મુસાફરોએ RT-PCR ટેસ્ટ કરાવવો પડશે. ત્યાર બાદ તમામ ફ્લાઈટ્‌સ બંધ થઈ જશે. આ પ્રતિબંધ ૩૧ ડિસેમ્બર સુધી લાગુ રહેશે. કોરોના વાઇરસમાં સતત ફેરફાર થતા રહે છે, એટલે કે તેના ગુણધર્મો બદલાતા રહે છે. કેટલીકવાર વાઇરસ પહેલાં કરતાં અનેક ગણો વધારે મજબૂત અને જાેખમી બને છે. આ પ્રક્રિયા એટલી ઝડપથી થાય છે કે વૈજ્ઞાનિકો હજી વાઇરસના એક સ્વરૂપને પણ સમજી શક્યા નથી હોતા ત્યાં એનું એક નવું સ્વરૂપ બહાર આવે છે. વૈજ્ઞાનિકોનું એવું અનુમાન છે કે બ્રિટનમાં જાેવા મળતા કોરોના વાઇરસનું નવું સ્વરૂપ પહેલાં કરતાં ૭૦% વધુ જાેખમી હોઈ શકે છે. આ સમાચારોને લઈ ચિંતાની સ્થિતિ વચ્ચે આરોગ્ય વિભાગે વધુ સતર્કતા રાખવાની જરૂર જણાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!