ગુજરાતમાં દિવાળી બાદ પ્રથમવાર કોરોનાના નવા કેસ ૧૦૦૦ની નીચે આવ્યા

0

દિવાળી બાદ ગુજરાતમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો હતો. જેના લીધે રોજ ૧પ૦૦થી વધુ નવા કેસ નોંધાતા હતા. ત્યારે દિવાળી પછી પ્રથમવાર સોમવારે ગુજરાતમાં કોરોનાના નવા કેસ ઘટીને ૯૬૦ નોંધાયા છે. જ્યારે વધુ ૧ર૬૮ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. એકંદરે ગુજરાતમાં કોરોનાના નવા કેસોની સામે સાજા થતાં દર્દીઓનો રેશિયો વધતાં હાલ રાહત છે. પરંતુ સાવધાની હટી તો ફરી કોરોનાના કેસો વધવાની શક્યતા છે. વિગતવાર વાત કરીએ તો ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચ્યા બાદ હવે કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી સતત ઘટાડો થઇ રહ્યો છે જે એક રાહતના સમાચાર છે. જાેકે દિવાળી બાદ પ્રથમવાર કોરોનાનાં ૧૦૦૦થી ઓછા કેસ સામે આવ્યા છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં ૯૬૦ પોઝિટિવ કેસ આવ્યા છે . ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા વધીને ૨,૩૬,૨૫૯એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ ૭ દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને ૪૨૪૧એ પહોંચ્યો છે. જ્યારે ૧૨૬૮ લોકોએ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. જાેકે ગુજરાતમાં સાજા થવાનો દર ધીરે ધીરે વધી રહ્યો છે અને ૯૩.૨૮ ટકાએ પહોંચ્યો છે. ત્યાં જ આજે રાજ્યમાં ૫૪,૬૧૨ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોરોનાની વૈશ્વિક મહામારીથી થતા મૃત્યુમાં હવે તેમા સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. આરોગ્ય વિભાગે વિતેલા ૨૪ કલાકમાં સારવાર હેઠળના ૭ દર્દીઓના મોત થયાનું સ્વિકાર્યુ છે. જેમા સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં ૪ લોકોને કોરોના ભરખી ગયો છે ત્યાં જ સુરત કોર્પોરેશનમાં ૩ વ્યક્તિએ દમ તોડયો હતો. આમ ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને ૪૨૪૧એ પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૨,૨૦,૩૯૩ નાગરીકો સાજા થઈ ગયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ ૧૧,૬૨૫ સારવાર હેઠળના દર્દીઓ પૈકી ૬૬ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને ૧૧,૫૫૯ સ્ટેબલ છે. કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન ૨૦૪, સુરત કોર્પોરેશન ૧૨૪, વડોદરા કોર્પોરેશન ૧૦૨, રાજકોટ કોર્પોરેશન ૯૬, વડોદરા ૩૩, કચ્છ ૩૧, બનાસકાંઠા ૨૬, રાજકોટ ૨૬, સુરત ૨૬, પંચમહાલ ૨૪, ગાંધીનગર ૨૨, મહેસાણા ૨૧, ગાંધીનગર કોર્પોરેશન ૧૮, દાહોદ ૧૭, ખેડા ૧૬, જુનાગઢ કોર્પોરેશન ૧૫, ભાવનગર કોર્પોરેશન ૧૪, આણંદ ૧૩, ભરૂચ ૧૧, અમરેલી ૧૦, ગીર સોમનાથ ૧૦, સાબરકાંઠા ૧૦, સુરેન્દ્રનગર ૧૦, જામનગર કોર્પોરેશન ૯, જુનાગઢ ૯, મોરબી ૯, મહીસાગર ૮, અમદાવાદ ૭, પાટણ ૭, અરવલ્લી ૬, જામનગર ૬, ભાવનગર ૫, બોટાદ ૪, નર્મદા ૪, પોરબાંદર ૩, દેવભૂમિ દ્વારકા ૨, છોટા ઉદેપુર ૧, વલસાડ ૧, ડાંગ કેસ સામે આવ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!