સોમનાથની સમીપે દરીયાકાંઠે વસેલા લાટી ગામમાં જવાબદાર સ્થાનીક પોલીસ અને જમાદારની મીઠી નજર હેઠળ દેશી દારૂના હાટડા ધમધમતા હોવાની સાથે ખુલ્લેઆમ દારૂનું બેરોકટોક વેંચાણ થતુ હોવા અંગે લાટીના ગ્રામજનોએ ગીર સોમનાથ જીલ્લા પોલીસવડાને રૂબરૂ રજુઆત કરી હતી જે સાંભળીને અધિકારી પણ ચોંકી ઉઠેલ. ત્યારે હવે જાેવાનું રહેશે કે લાટીમાં દારૂના દુષણ પોલીસ બંધ કરાવી શકશે કે કેમ ? લાટીના ગ્રામજનોએ કરેલ લેખીત રજુઆતમાં જણાવેલ કે, લાટી ગામના મોટાભાગના લોકો મજુરી કરી રોજે રોજનું કમાઇ ગુજરાન ચલાવે છે. લાંબા સમયથી ગામમાં બેરોકટોક દારૂનું ખુલ્લેઆમ વેંચાણ થતુ હોવાના લીધે મોટાભાગના લોકો દારૂના વ્યસનીઓ બની ગયા છે. વ્યસની લોકોના લીધે અનેક પરીવારો આર્થીક રીતે બરબાદ થઇ રહયા છે તો અમુક લોકો ગંભીર બિમારીમાં સપડાય ગયા છે.
જયારે રાજયમાં સર્વત્ર દારૂના હાટડાઓ પોલીસ કડક કાર્યવાહી કરી બંધ કરાવી રહી છે. ત્યારે લાટીમાં ખુલ્લે આમ વેંચાતા દારૂનું વેંચાણ સ્થાનીક પોલીસ શા કારણથી બંધ કરાવતી નથી ? લાટીમાં દારૂનું વેંચાણ કરતા બુટલેગરોનો દારૂનો જથ્થો મેંદરડા, દિવ જેવા બીજા તાલુકા-જીલ્લાની પોલીસ પકડી શકે છે તો સ્થાાનીક મરીન પોલીસ કેમ પકડી શકતી નથી ? ગામમાં દારૂનું વેંચાણ બંધ કરાવવા જયારે કોઇ ગ્રામજન ફરીયાદ કે રજુઆત કરે તો ઉલ્ટા ચોર કોટવાલ કો દાટેની માફક મરીનના જમાદાર હેરાન કરે છે. આમ, પોલીસ જમાદાર ગ્રાજનોના રક્ષણના બદલે બુટલેગરનું રક્ષણ કરતા હોય તેવું વર્તન કરી ગ્રામજનોને જ ધમકાવે છે. ત્યારે આ બાબતે તટસ્થ અધિકારીને તપાસ સાંેપી લાટી ગામને દારૂના દુષણથી કાયમી મુકત કરાવી બુટલેગરો સામે નવા કાયદા મુજબ કડક કાર્યવાહી કરાવવા માંગણી હોવાનું અંતમાં જણાવેલ છે.
અત્રે નોંધનીય છે કે, એક તરફ ગીર સોમનાથ જીલ્લાામાં બેરોકટોક દારૂના વેંચાણ અને હેરાફેરીની પ્રવૃતિ જવાબદારોની મીઠી નજર હેઠળ થતી હોવાની ધારાસભ્યથી લઇ લોકો ફરીયાદ કરી પોલીસ તંત્રની કામગીરી સામે શંકા કરી રહયા છે. તો બીજી તરફ પોલીસ વિભાગ પણ જીલ્લામાં દારૂની પ્રવૃતિ અટકાવવામાં કયાંક ને કયાંક નિષ્ફળ નિવડી રહી હોવાની સાબિતી લાટીના ગ્રામજનોની સામુહિક રજુઆતથી જ સ્પષ્ટ થાય છે. લાટી જેવી પરિસ્થિતિ તો જીલ્લાના અનેક ગામો અને વિસ્તોરોમાં હોવાની જાણકારોમાં ચર્ચાય રહેલ છે. ત્યારે હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થાનીક પોલીસના જવાબદારોની કામગીરીની સમીક્ષા કરશે તો ચાંેકાવનારી હકકીતો બહાર આવવાની સાથે દારૂના દુષણને ડામવામાં સફળતા મળી શકશે તેવું જાણકારો જણાવી રહયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews